ભુજ ખાતે તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ અને રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ,

કચ્છ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી , ભુજ-કચ્છ તથા ઔધૌગિક તાલીમ સંસ્થા- ભુજના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ ૨૬/૦૫/૨૦૨૨, ગુરૂવારના રોજ આઇ.ટી.આઇ. ભુજ (લેવાપટેલ હોસ્પિટલ પાછળ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં આઇ.ટી.આઇ પાસ (ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન) લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમેળામાં ઉપાસ્થિત રહી શકશે. ઉમર મર્યાદા૧૮ થી ૩૫ ની રહેશે. આ એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજરી રહી તેમની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. ભરતીમેળાનો સમય સવારે ૧૦:૦૦ વાગ્યાનો રહેશે. વધુ માહિતી માટે મો. નં. ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરો એમ જિલ્લા રોજગાર અધિકારી ભુજ-કચ્છની અખબારીયાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment