પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન

હિન્દ ન્યુઝ,અમદાવાદ

        અમદાવાદના વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ અવસરે પ્રદીપસિંહ જાડેજાના હસ્તે વટવા વિધાનસભાના ગેરતનગર ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહર્ત તથા આંગણવાડી ઘરનું ખાતમૂહર્ત સંપન્ન થયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ સીંગરવા ગામે આવેલ સરકારી હોસ્પિટલને જીલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજજો આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર માન્યો હતો.

પ્રદીપસિંહ જાડેજાએ ૧૦ ગામોમાં રોડના કામો, કુજાડ તથા સીંગરવા ગામે ધોરણ ૯ થી ૧૨ના વર્ગ શરૂ કરવામાં આવ્યા તેમજ સીંગરવા ગામે ઔડા દ્વારા પૂર્વ વિસ્તારનો સૌથી મોટો પાર્ટી પ્લોટ નિર્માણ થઇ રહ્યો છે તેની જાણકારી ગ્રામજનોને આપી હતી. તદુપરાંત નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીની લાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવા સબંધિતોને સૂચના પણ આપી હતી. આ અવસરે પ્રદીપસિંહ જાડેજાએ નાગરિકોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તે માટે મર્ગદશર્ન પણ આપ્યું હતું તેમજ મંજુર થયેલ વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા કટીબધ્ધતા દર્શાવી હતી. આ અવસરે અમદાવાદ જીલ્લાના ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લાપંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વટવા વિધાનસભ્યના 10 ગામોના સરપંચઓ – સભ્યો અને ગેરતનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment