કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા

હિન્દ ન્યુઝ, રાધનપુર

કલ્યાણપુરા ગામ ખાતે આજ રોજ શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે વર્ષે દરમિયાન મહોત્સવ ઉજવાયો, જેમાં હવન મહા આરતી, મહા પ્રસાદ, ધજા ચડાવી ગ્રામજનો એ ધન્યતા અનુભવી હતી. કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ના પૂજારી સાધુ કાશીરામ દાસ બાપુ તથા કલ્યાણપુરા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. શ્રી રામજી મંદિર ખાતે હવન ના ચડાવાના યજમાન રામાનુજ અનિલ કુમાર કાશીરામ રહ્યા હતા. જેઓ એ પ્રસાદ મહા આરતી તેમજ હવન માં યજમાન તરીકે બેસી ધન્યતા અનુભવી હતી. ધજા ના ચડાવા માં ૫૦૧ ઠાકોર પરમાભાઈ વધાભાઈ, હવન ચડાવામા ૧૧૦૧ સાધુ રસિક દાસ બાપુ, શ્રી રામજી ભગવાન ની આરતી નો ચડાવો ૭૦૧ મહિલા મંડળ કલ્યાણપુરા તથા શ્રી રામચંદ્ર ભગવાન ને થાળ ધરાવવા માટે ૫૫૧ ઠાકોર સવજીભાઈ રઘુભાઇ એ લઇ ધન્યતા અનુભવી હતી. ભગવાનના વાઘા ના ચડાવાના યજમાન સાધુ કાશીરામ બાપુ રામજી મંદિર ના પૂજારી રહ્યા હતા.

આમ, કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે વર્ષે દરમિયાન મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સાધુ સમાજ ના સાધુ રસિકદાસ બાપુ તેમજ રામજી મંદિર ના પૂજારી સહિત સમગ્ર ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment