ભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવામાં કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      નાયબ પશુપાલન નિયામક વ- સભ્ય સચિવ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે કે, પ્રાણી અત્યાચાર નિવારણ સારૂ સરકારશ્રીની સુચના અનુસાર ભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં કાયમી/વાર્ષિક સભ્ય બનવા સારૂ જેના નામે ગુનાહીત ઈતિહાસ ન હોય તેવા ઇસમો તેમજ જે વ્યકિત ભાવનગર જિલ્લાની રહીશ હોય તે વ્યકિત આ સોસાયટીનાં સભ્ય બની શકે છે. કાયમી સભ્ય ફીની નોંધણી ફી રૂ.૧૦,૦૦૦ તથા નવા વાર્ષિક સભ્ય તથા રિન્યુ વાર્ષિક સભ્ય માટે રૂ.૩૦૦ છે. તો ઉપરોકત પાત્રતા ધરાવતા ઈસમો માટે આ સોસાયટીમાં વાર્ષિક કે કાયમી સભ્ય થવા ઈચ્છતા હોય તો તેઓએ નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ત્રીજો માળ, ભાવનગર ખાતેથી અરજી મેળવી પાસપોર્ટ સાઈઝનાં તાજેતરના ફોટા તથા ઓળખકાર્ડ તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીમાં કચેરીનાં કામકાજનાં સમય દરમ્યાન મેળવી રજુ કરવાની રહેશે.

Related posts

Leave a Comment