હિન્દ ન્યૂઝ પાલનપુર
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર તાલુકાના ગઢ ગામમાં રહેતા ચમનભાઈ રામજીભાઈ રૂનીયા, ખેમાભાઈ હીરાભાઈ ભાટિયા આ બંને ઈસમોએ શેરીમાં વસવાટ કરતા અબોલા મૂંગા શ્વાનને તા.૨૧-૦૪-૨૦૨૨ ના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યાની આજુબાજુ વગર વિચારે ક્રુરતા પુર્વક લાકડીઓ ફટકારી માર મારતાં એક શ્વાનુ નું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે સમગ્ર ઘટના ફરિયાદી ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયા એ બીજા દિવસે ગઢ પોલીસ મથક માં જાણ કરી હતી ત્યારે ગઢ પોલીસે આ બનાવ અંગે ભીખાભાઇ ભાટીયાની ફરિયાદ નોંધી આ બંન્ને ઇસમો વિરુદ્ધ એનિમલ એક્ટ મજબ આઇ.પી.સી 429,114,11(1)L,119 મુજબ ફરિયાદ નોંધી કાયદેસર ની તપાસ હાથ ધરી છે.
વધુ માં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે આવી રીતે મુંગા પ્રાણીઓ ઉપર ક્રુરતા પુર્વક હુમલો કરનાર આવા ઇસમો સામે સરકાર દ્વારા કડક માં કડક સજા થાય તેવી પ્રજાજનો દ્વારા માંગ કરાઇ હતી.
રિપોર્ટર : સાધુ મહેશ્વર, પાલનપુર
