હિન્દ ન્યુઝ, સુરત
સુરત શહેરમા વરાછા રોડ ઉપર આવેલ સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે રાષ્ટ્રીય કક્ષાનો આરટીઆઇ સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટો તથા પત્રકારો તથા સરકારી નિવૃત્ત અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં સુરત આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં એક પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક દિપકભાઈ પટેલ દ્વારા બે વર્ષ પૂર્વથી આ સંમેલન નું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેના સ્થાપક તરીકે દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી ખાતા માંથી માહિતી માગવાનો આપનો પૂરો અધિકાર છે અને આ અધિકાર આરટીઆઈ દ્વારા વિના સંકોચે માગવો જોઈએ લોકો મા જાગૃતતા આવે તે માટે આ આરટીઆઇ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ રાજકીય પાર્ટી કે સંસ્થાઓને કે એનજીઓ ને મહત્વ આપવામાં આવ્યું નહોતું આ સંમેલનમાં રાજસ્થાન તથા દિલ્લી થી અનેક માહિતી કમિશનર તથા તજજ્ઞો દ્વારા વિડીયો કોન્ફરન્સ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વરુચિ ભોજન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અમારી હિન્દ ન્યુઝ નાં રિપોર્ટર દ્વારા આરટીઆઇ એક્ટિવિસ્ટ સંમેલનના સ્થાપક દીપક પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત
