હિન્દ ન્યુઝ, ભાવનગર સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગરના આયોજન હેઠળ સિહોર ખાતે પૂર્ણા યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા વિકાસ અધિકારી નાઝમીન દેસાઈના માર્ગદર્શન સાથે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી અને સહ સખીનું સંમેલનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પૂર્ણા શક્તિ વાનગી નિદર્શન અને રસોઈ બનાવવા માટેના આયોજનમાં વિસ્તરણ અધિકારી રેખાબેન ડાભી અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના વડા હેમાબેન દવેના નેતૃત્વ સાથે બહેનો મોટી સંખ્યામાં જોડાઇ હતી. પૂર્ણા યોજના સંબંધિત આ માર્ગદર્શન સંમેલનનાં કાર્યક્રમમાં આંગણવાડી સાથે જોડાયેલ બહેનોએ ભાગ લીધો હતો. આંગણવાડી વિભાગના દુર્ગાબેન બાબરિયા,…
Read MoreMonth: May 2022
ભુજ ખાતે તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ અને રોજગાર ભરતીમેળો યોજાશે
હિન્દ ન્યુઝ, કચ્છ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી , ભુજ-કચ્છ તથા ઔધૌગિક તાલીમ સંસ્થા- ભુજના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ ૨૬/૦૫/૨૦૨૨, ગુરૂવારના રોજ આઇ.ટી.આઇ. ભુજ (લેવાપટેલ હોસ્પિટલ પાછળ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં આઇ.ટી.આઇ પાસ (ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન) લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમેળામાં ઉપાસ્થિત રહી શકશે. ઉમર મર્યાદા૧૮ થી ૩૫ ની રહેશે. આ એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજરી રહી તેમની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. ભરતીમેળાનો સમય સવારે ૧૦:૦૦ વાગ્યાનો…
Read Moreપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન
હિન્દ ન્યુઝ,અમદાવાદ અમદાવાદના વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ અવસરે પ્રદીપસિંહ જાડેજાના હસ્તે વટવા વિધાનસભાના ગેરતનગર ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહર્ત તથા આંગણવાડી ઘરનું ખાતમૂહર્ત સંપન્ન થયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ સીંગરવા ગામે આવેલ સરકારી હોસ્પિટલને જીલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજજો આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર માન્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ ૧૦ ગામોમાં રોડના કામો, કુજાડ તથા સીંગરવા ગામે ધોરણ ૯ થી…
Read Moreગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવતા રાજયપાલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર જિલ્લા ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા જીવનમાં સંસ્કાર અને આદત બનવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પોતાના કર્મથી મહાન બને છે. સ્વછતાના સંસ્કારથી માનવજાતનું કલ્યાણ થાય છે, પર્યાવરણની રક્ષા થાય છે અને સામાજિક સ્વાસ્થ્યની રક્ષા થાય છે. તેમણે સ્વચ્છતાના સંસ્કારથી સમાજમાં નવી ક્રાંતિ માટે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાજયપાલએ જણાવ્યું હતું કે, ઇશ્વરની વ્યવસ્થામાં સહયોગી બનવું એ જ સાચી પૂજા છે. પ્રકૃતિની પવિત્રતા…
Read Moreરાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી ઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય…
Read Moreબોટાદ ખાતે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-બોટાદ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી- ઓડિટોરિયમ હોલ બોટાદ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાના દેખરેખ હેઠળ તાજેતરમાં ગ્રામ રક્ષક દળના મહિલા કર્મચારીઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ રક્ષક દળના મહિલા સભ્યોને કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની કાયદાકીય માહિતી તથા વિવિધ યોજનાકીય જેમાં વ્હાલી દિકરી…
Read Moreરાજગૃપ દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ના આંગણે ૨૨/૫/૨૦૨૨ રવિવારના રોજ રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તી અને કોળી વિકાસ સંગઠન ના સંયુક્ત ઉપક્રમે સર્વેજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં અગિયાર નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં આ પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રજગૃપના સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ સામજીભાઈ ડાંગર અને તેમની ટીમે લગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ રિપોટર : વિજય ચાંવ, જસદણ
Read Moreઆટકોટ ખાતે વડાપ્રધાને આવકારવા માટે મિટિંગ મળી
હિન્દ ન્યુઝ, જસદણ તા.૨૮ના રોજ આટકોટ ખાતે નવનિર્માણ પામેલ કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયલ ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ શહેરના દરેક વિસ્તારમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પધારવા માટે આમંત્રણ આપવા જસદણ વોર્ડ નં 3માં મિટિંગ બોલાવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ડો.બોઘરાં દ્વારા હોસ્પિટલની સુવિધાઓ વિશે માહિતગાર કરેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટીના દ્રારા શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર ૯ શ્રી દેશળ ભગત ની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર ખાતે માનનીય શ્રી આઇ કે જાડેજા દ્વારા સૌપ્રથમ વખત ટીફીન બેઠક ની શરૂઆત કરવામાં આવી હતી જેની નોંધ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા લેવાયેલ ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટી દ્રારા શહેરના વોર્ડ નં 9 દેશળ ભગતની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ હતી. આ ટીફીન બેઠક માં ભારતીય જનતા પાર્ટીના ધ્રાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા ના હોદેદારો, વોર્ડના સુધરાઈ સભ્યો, સંગઠન ના તમામ હોદેદારો,વોર્ડ ના પ્રભારીઓ, ઇન્ચાર્જ, પેજ સમિતિ ના પ્રમુખો, બૂથ સમિતિ ના પ્રમુખો, સિનિયર આગેવાનો, પૂર્વ નગરપાલિકા હોદેદારો, દરેક…
Read Moreધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માંથી જુગાર રમતા ૬ સખ્સોને રુ ૧,૪૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ડીવાયએસપી જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પ્રોબેશનલ એ.એસ.પી સીવમ વર્મા, PI ટી.બી હીરાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી મીઠાપરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.આર પીપળીયા, સુરેશભાઈ મોહનભાઈ, મંગીલાલ પઢીયાર તથા અજયસિંહ સહીત સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માં ચીકીવાડી ની પાસે આવેલ વાડીના સેઢા પાસે ગંજીપાનાનો જુગાર રમતા સમરતભાઈ ભુપતભાઈ , બળદેવભાઈ ભવાનભાઈ, શક્તિસિંહ બળવંતસિંહ, પ્રવિણભાઇ નટુભાઈ અને હિંમત ભાઈ નાગરભાઈ નામના તમામ ૬ વ્યક્તિઓને જુગાર રમતા રોકડ રકમ રુ…
Read More