ખેડબ્રહ્મા નગરપાલિકા અને વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ સ્વયમ બંધ નું ચુસ્તપણે અમલ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગર મા કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા નગરપાલિકા અને ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન અને જનતા દ્વારા બંધ નું એલાન તારીખ ૧૪ થી તારીખ ૨૧ સુધી કરવામાં આવ્યું હતું. આજે તેનો વેપારીઓ અને જનતા દ્વારા એવો સારો પ્રતિસાદ મળ્યો છે. આમ અનેક લોકો દ્વારા જાણવા મળેલ કે નાના વેપારી છીએ અને બંધ રહે તો અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું અને દુકાન ના ભાડા પણ ભરવા માં બહુ તકલીફ પડે છે. જ્યારે અમુક પાસે થી જાણવા મળ્યું કે ઓમ તો સારું થયું છે. જ્યારે બજાર માં બહુ…

Read More

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો, ગર્ભાશયની બહાર બે મૃત બાળના ખોપડી અને હાડકાં મળ્યા

હિન્દ ન્યુઝ , રાજકોટ રાજકોટના સિવિલ હોસ્પિટલના ડો.કવિતા દૂધરેજિયા અને ડો.મનીષા પરમારે જણાવ્યું કે, ગાયનેક વિભાગમાં દર્દી દાખલ થયા હતા. તેમને સિઝેરીયન ઑપરેશન કરવાનું હતું. આમ તો આ કેસ સામાન્ય જેવો જ હતો એટલે તબીબોની ટીમે એનેસ્થેસિયા શરૂ કર્યું. પેટમાં કાપો મૂકી ગર્ભાશય સુધી પહોંચીએ તે પહેલા જ પીળુ પ્રવાહી બહાર નીકળું અને તેમાંથી એક માનવ ખોપડી દેખાઈ. ખોપડી બહાર નીકળતા સૌ કોઇ અચંબિત થઈ ઉઠ્યા. કારણ કે તેમણે કારકિર્દીમાં આવું પ્રથમવાર જોયું હતું. તુરંત જ બધું સાફ કરીને ખોપડી અને હાડકાં બહાર કાઢ્યા. પરંતુ લિવર પાસેથી તેમજ આંતરડાઓ પાસે…

Read More

છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઇવે પેટ્રોલ પંપ માલિક અને કામદારોના કોરોનાના 24 જેટલા ટેસ્ટ કરતા તમામ નેગેટિવ

છાપી, વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે સોમવારે હાઇવે વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ના માલિક અને કામ કરતા કામદારોનો કોવિડ 19 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારી ડો.પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જેમાં અલગ અલગ પંપ પર જઈને 24 જેટલા કોવિડ 19 ના ટેસ્ટ કરાયા હતા. જેમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. આ કોરોના ટેસ્ટના કેમ્પ માં છાપી પી એચ સી ના મેડીકલ ઓફિસર દીપકભાઈ જનસારી, કૌશિક શ્રીમાળી, આસિશભાઈ જીરાલા, મેહુલ પરમાર, સુનિલ શ્રીમાળી જેવા સ્ટાફે સેવા આપી હતી. જ્યારે હાઇવે ના તમામ પંપ ના…

Read More

છાપી મેઈન બજારમાં પીવાના પાણીમાં ગટરનું આવતા રોગચાળો ફાટવાની શકયતા

વડગામ, વડગામ તાલુકાના વેપારી મથક છાપી મેઇન બજારમાં છેલ્લા પાંચેક દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોય તેવા ગ્રામજનોએ જણાવ્યું હતુ. સ્થાનિક લોકોએ પંચાયતના સરપંચને પણ આ બાબતે રજૂઆત કરવમાં આવી હતી પરંતુ પંચાયત ના સત્તધીશો દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી કરીને આજરોજ આરોગ્યની ટીમે પાણીના સેમ્પલ લીધા હતા. પરંતુ સેમ્પલ પણ ફેલ ગયા હતા. ત્યારે લોકો અચરજ માં મુકાયા હતા અને જો તાત્કાલિક આ પીવાના પાણીનું સમારકામ કરવામાં નહીં, આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી બાજુ દેશમાં બહુ મોટી કોરોના જેવી ગંભીર…

Read More

શનિ-રવિ ડુમસ બીચ બંધની સૂચના છતાં સુરતીઓ જતા પોલીસે રોક્યા

સુરત, કોરોનાના પગલે શનિ – રવિવારે ડુમસ બીચ બંધ રાખવાની સુચનાઓ આપવા છતાં શહેરીજનો ખાણીપીણીનો સામાન લઈ ઉપડ્યા હતા. જોકે ડુમસ ગામ તરફ જવાના ત્રણ રસ્તા ખાતે જ પોલીસ દ્વારા અટકાવતા લોકોને પાછા ફરવું પડ્યું હતુ. નાસ્તા સાથે ઉપડેલા સુરતીઓએ ગાડીઓમાં યુ ટર્ન લગાવી એરપોર્ટવાળા રસ્તા ઉપર જ ખાણીપીણીની મજા માણી હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની કોવિડ-૧૯ની કામગીરીની લંડનમા લેવાઈ નોંધ….

ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૪, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા અને સરકાર દ્રારા મળતી સુચનાનું પાલન કરવા જણાવાયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના સમયગાળામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટીતંત્રએ નોંધપાત્ર કામગીરી કરી હતી. આરોગ્ય શાખાએ લોકોના આરોગ્યની ચિંતા કરી શંકાસ્પદ દર્દીઓની સારવાર, કોરોનાનું સંક્રમણ અટકાવવાની કામગીરી તેમજ પોલીસ વિભાગે લોકડાઉનમાં અસરકારક કામગીરી કરી હતી. વહિવટીતંત્ર…

Read More

ડભોઇ તાલુકા ના બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજરે કરી લાખોની ઠગાઈ

હિન્દ ન્યૂઝ, ડભોઇ,                 બરોડા જીલ્લા ના ડભોઇ તાલુકા ના ડભોઇ દર્ભાવતિ નગરી નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાત થી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગે ની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ…

Read More

કોડીનાર ખાતે આલીદરના સરપંચ અને ગામ લોકો દ્વારા પશુઓ માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ , કોડીનાર, કોડીનાર તાલુકાના આલીદર ગામે તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા આલીદરના સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો દ્વારા કદાચ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં આવું કાર્ય પહેલી વાર નઝર માં આવ્યું છે કે તમામ ના સહયોગથી અંદાજીત 700 વિધા ઉપરનું ગૌચર ખાલી થવા જય રહ્યું છે. જે એક ભગીરથ કાર્ય પણ અહીંયા કહેવામાં આવે તો કાય ખોટું નથી. તંત્રની હાજરીમાં 500 વિઘાની આસપાસ ગૌચરની જમીન પશુઓ માટે ખુલ્લી મુકાય એક બાજુ ચારેય તરફ જમીન માટે પડાપડી થાય છે અને ગુજરાતભરમાં પશુઓના ચરણ માટેની ગૌચરની જમીન પચાવી લેવાય…

Read More

વેરાવળ પટની સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ

હિન્દ ન્યૂઝ, વેરાવળ,              શિક્ષણ થી જ વ્યક્તિ ના જીવન મા પ્રકાશ થાય છે. આ વાત ને સાબિત કરી છે વેરાવળ ના પટની સમાજ ના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જેણે ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એનજીનીયર’ ના છઠ્ઠા સેમેસ્ટર મા ગુજરાત મા પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ છે અને પોતાના પરિવાર તેમજ પટની સમાજનું અને મુસ્લિમ સમાજનું નામ ઊંચું કરેલ છે. આ તકે શિક્ષણ પ્રેમી અફઝલ સર વિદ્યાર્થી ના ઘરે રૂબરૂ જઇ તેમના પરિવાર ને અભિનંદન પાઠવેલ છે અને મોટીવેટ કરેમહિડાલ છે કે…

Read More

રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજના E.N.T વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ

રાજકોટ, રાજકોટ શહેરના કાન,નાક,ગળાની સારવારનાં વિભાગ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના E.N.T વિભાગના એસોસિએટ પ્રોફેસર સેજલબેન નરેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે, મને રાજકોટ જીલ્લામાં ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સેમ્પલ કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે. કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ સક્ષમ રીતે થાય તે માટે E.N.T વિભાગ દ્વારા તાલુકા તથા મહાનગરપાલીકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર થી માંડીને લેબ ટેક્નિશ્યન અને હેલ્થવર્કર્સ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ…

Read More