ડભોઇ તાલુકા ના બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજરે કરી લાખોની ઠગાઈ

હિન્દ ન્યૂઝ, ડભોઇ, 

               બરોડા જીલ્લા ના ડભોઇ તાલુકા ના ડભોઇ દર્ભાવતિ નગરી નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાત થી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગે ની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ પોલીસમાંથી મળતી વિગત અનુસાર ફરિયાદી સુરેશભાઈ બાબુલાલ પારેખ રહેવાસી ડભોઇ ભીખન કુઈ બાલાજી કો. ઓપરેટિવ સોસાયટીના સહમંત્રી એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સભાસદ અને મેનેજર તરીકેનો હોદ્દો ધરાવતા ચેતનભાઇ પ્રફુલભાઈ રાઠવા રહેવાસી વડોદરા શહેર સન 2005 થી મેનેજરની પોસ્ટ પર હતા, તે દરમિયાન પોતાના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી અધુરી વિગત સાથેના ફોર્મ ભરી ઠરાવ કમિટીના કર્યા વગર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ૧૦ હજારની લોન મેળવી સત્તા અધિકારીની મંજૂરી વગર લોન મેળવ્યા બાદ તેમજ પોતાની પત્ની સુનિતાબેન ચેતન રાઠવા ના નામનો ખોટી રીતે અધુરી માહિતી સાથેનો અને સહી વગર નું ફોર્મ ભરી નોમિનલ સભાસદ બનાવવા અંગેનો ઢોંગ ઉભો કરી તેઓના નામે રૂપિયા 5,39,378 નું વિકલ લોનનું ફોર્મ ભરીને જરૂરી પરવાનગી વગર ખોટી રીતે પોતે લોન મંજૂર કરી બોલેરો ગાડીની ડિલિવરી લઈ ને મેનેજર તરીકે હોદ્દા નો દુરુપયોગ કરેલ છે . આજ દિન સુધી આ બંને લોન ના નાણા નહીં ભરપાઈ કરતા પોતાની ફરજ દરમિયાન તારીખ 14-10-2005 થી આજ દિન સુધીમાં કુલરૂપિયા 5,49,378 ગુનાહિત વિશ્વાસઘાત થી ઉંચાપત કરી સહકારી મંડળી સાથે ઠગાઈ અને છેતરપિંડી કરતા તેઓના વિરૂદ્ધ સહકારી મંડળી ના કાયદા અને નિયમો મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રે હાહકાર મચી ગયો હતો, જ્યારે કે બાલાજી કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના સન 2001માં કરવામાં આવી હતી , જેના 2000 સભાસદો હોય તારીખ 31-12-16 થી પોતાની ફરજથી દુર ભાગી દસ્તાવેજો ગેરવલ્લે કરનાર મેનેજર વિરોધ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાઘેલા ની સૂચના અનુસાર કાયદેસર ફરિયાદ નોંધાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જી.રોહિત દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર :  હુસેન મન્સૂરી, ડભોઇ

Related posts

Leave a Comment