ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની કોવિડ-૧૯ની કામગીરીની લંડનમા લેવાઈ નોંધ….

ગીર સોમનાથ,

ગીર સોમનાથ તા.૧૪, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા અને સરકાર દ્રારા મળતી સુચનાનું પાલન કરવા જણાવાયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના સમયગાળામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટીતંત્રએ નોંધપાત્ર કામગીરી કરી હતી. આરોગ્ય શાખાએ લોકોના આરોગ્યની ચિંતા કરી શંકાસ્પદ દર્દીઓની સારવાર, કોરોનાનું સંક્રમણ અટકાવવાની કામગીરી તેમજ પોલીસ વિભાગે લોકડાઉનમાં અસરકારક કામગીરી કરી હતી. વહિવટીતંત્ર અને સામાજીક સંસ્થાઓના સહયોગથી લોકડાઉનમાં જરૂરીયાતમંદોને ભોજન વિતરણ, નાસ્તો, માસ્ક અને ફુટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા માંથી સામાજીક સંસ્થાઓ, સામાજીક અગ્રણીઓ દ્રારા પી.એમ. અને સી.એમ.કેરમાં આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના સહયોગની કોરોના કાળમાં સારી કામગીરી કરવામાં આવતા લંડનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્રારા નોંધ લેવાની સાથે કામગીરીને બિરદાવામાં આવી હતી. જેથી કલેકટરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ શૈલેષભાઈ બારડ અને તેમની ટીમ દ્રારા ઓનલાઈન પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ગીર સોમનાથ તા.૧૪, માહિતી ખાતુ ગાંધીનગર દ્રારા સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાની પુસ્તિકાઓ તેમજ પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને પુરાતન સ્થળોની માહિતી પ્રસિધ્ધ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલી માહિતી કચેરી દ્રારા આ ઉપયોગી પુસ્તિકાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સ્થાપત્યકલા, ગુજરાતનો લોકકલા વૈભવ, ગુજરાતના લોકોત્સવો અને મેળા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર પ્રબળ પુરુષાર્થ, અનુસુચિત જાતિઓ સર્વાંગી વિકાસ, વંચિતો વિકાસના માર્ગે સહિતના પુસ્તકો પ્રસિધ્ધ થયેલ છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે આ પુસ્તકોનું રસપુર્વક વાંચન કર્યું હતું. લોકો માટે આ પુસ્તકો ખુબ ઉપયોગી થાય છે. તેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરીને છેવાડાના માનવી સુધી આ પુસ્તિકાઓ પહોંચાડવા બદલ કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment