છાપી મેઈન બજારમાં પીવાના પાણીમાં ગટરનું આવતા રોગચાળો ફાટવાની શકયતા

વડગામ,

વડગામ તાલુકાના વેપારી મથક છાપી મેઇન બજારમાં છેલ્લા પાંચેક દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોય તેવા ગ્રામજનોએ જણાવ્યું હતુ. સ્થાનિક લોકોએ પંચાયતના સરપંચને પણ આ બાબતે રજૂઆત કરવમાં આવી હતી પરંતુ પંચાયત ના સત્તધીશો દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી કરીને આજરોજ આરોગ્યની ટીમે પાણીના સેમ્પલ લીધા હતા. પરંતુ સેમ્પલ પણ ફેલ ગયા હતા. ત્યારે લોકો અચરજ માં મુકાયા હતા અને જો તાત્કાલિક આ પીવાના પાણીનું સમારકામ કરવામાં નહીં, આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી બાજુ દેશમાં બહુ મોટી કોરોના જેવી ગંભીર સમસ્યા હોવા છતાં છાપીના મેઈન બજારમાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીમાં ગટરનું પાણી મળી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઇ ગયા છે અને પંચાયત આંખ આડા કાન કરી રહી છે, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે અમે પીવાનું પાણી ટેન્કર દ્વારા મંગાવીને પીએ છીએ તો તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારમાં પાઈપલાઈન ચેક કરીને અથવા પાઇપલાઇન ખોદીને ચેક કરવામાં આવે તો જ ખબર પડે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ક્યાંથી મિક્સ થાય છે.

અહેવાલ : ખુશાલભાઈ ચોરસિયા, વડગામા

Related posts

Leave a Comment