હિન્દ ન્યુઝ, સુઈગામ
જિલ્લાના સરહદી વિસ્તારોના સુઈગામ થી માવસરી બોર્ડર (કસ્ટમ) રોડ સાઈડ માં ઠેર ઠેર ધોવાણ થયેલ છે અને સાઈડમાં ધોવાણ ના કારણે ખાડા પણ પડી ગયેલ છે. સોલાર પ્રોજેક્ટનુ રાઘાનેસડા સીમતળમાં કરોડોના ખર્ચે સોલાર પ્લાન્ટનુ કામ થઈ રહ્યું છે, ત્યારે આ સુઈગામ થી કુંડાળિયા કસ્ટમ રોડનુ નવિન ડામર રોડ બનાવેલ હોવાથી રોડની બંન્ને બાજુ પેટ્ટી ઓ બાંધવામાં આવી છે, પરંતુ રોડની બંને સાઈડોમાં અમુક જગ્યાએ મેટલ પાથરવામાં આવેલ છે તો PWD ના જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુઈગામ થી કુંડાળિયા સુધી નવિન બનેલ કસ્ટમ ડાંમરરોડની બંને સાઈડની પટરીઓમાં જયાં મેંટલ નાખવાની બાકી છે ત્યાં તાત્કાલિક ધોરણે મેટલ પાથરવામાં આવે તો ચોમાસામાં વરસાદ થતાં કોઈપણ વાહન વ્યવહાર સાઇડમાં ફસાવાનો ફસાવવાનો ભય ન રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલ : વેરસી ભાઈ રાઠોડ, સુઈગામ