કાંકરેજ તાલુકા માં અતિભારે વરસાદ પડવાથી ખેડુતો ને ચોમાસું સીઝનમાં વ્યાપક નુકસાન

બનાસકાંઠા, કાંકરેજ તાલુકાને કોરાનાની મહામારી માંથી બહાર નીકળવાની વેતરણમાં કાંકરેજ તાલુકાનાં અનેક ગામોમાં અનેક વિસ્તારમાં વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. સતત વરસાદ ચાલુ રહેતાં ખેડૂત ના પાકો જેવા કે કપાસ, મગફળી, જુવાર, એરંડા, બાજરી તેમજ કઠોળ ના પાકો મા વ્યાપક નુકસાન થતા કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ વાઘાભાઇ આર.પટેલ દ્વારા ખેડૂતના પાકો નું સર્વે કરી ઘટતું કરવા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.  રિપોર્ટર : કનુજી ઠાકોર, ‌કાંકરેજ

Read More

રાજકોટ શહેર ૮ P.S.I ની બદલીનો પોલીસ કમિશ્નરે હુકમ કર્યો છે. લીવ રીઝર્વ પર રહેલા ૩ P.S.I ની પણ બદલી કરવામાં આવી

રાજકોટ,   તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વધી રહેલા ક્રાઈમના રેસિયાને કાબૂમાં લેવા પોલીસ વિભાગમાં જબરા ફેરફાર કરતા હોય તેમ અગાઉ પણ અનેક પોલીસકર્મીની આંતરીક બદલી કર્યા બાદ આજે વધુ ૮ P.S.I ની આંતરીક બદલી કરી છે. જેમાં લીવ રીઝર્વ પર રહેલા એમ.એસ.મહેશ્ર્વરીને માલવીયાનગર, એચ.આર.હેરભાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જે.બી.પટેલને ભક્તિનગર તેમજ ભક્તિનગરના આર.એન.સાંકળીયાને સાયબર ક્રાઈમફમાં અને પી.બી.જેબલીયાને P.C.B માં યુનિવર્સિટી પો.સ્ટેશનના એમ.વી.રબારીને સાયબર ક્રાઈમમાં, મહિલા પો.સ્ટેશનના બી.પી.વેગડાને M.O.B માં અને M.O.B ના વી.સી.રંગપડીયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર :  દિલીપ પરમાર, રાજકોટ

Read More

વેરાવળ નબળી ગુણવતા ના રોડ નું સમારકામ કરાવવા અને કોન્ટ્રાકટરો સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબતે

વેરાવળ, જય સોમનાથ ના જયઘોષ સાથે આપ અધિકારી ને સવિનય જણાવ્યે છીએ કે, હાલ વેરાવળના બધા જ મુખ્ય અને શેરી-ગલીઓના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે અને તેના લીધે રાહદારીઓ અને નગરજનોને બહુત હાલાકી ભોગવવી પડતી હોય અને વધુમાં જણાવવામાં આવે છે કે બાળકો અને મોટી ઉમર ના લોકોને ચાલવામાં અને વાહનમાં આવ-જાવ કરતાં અકસ્માત નો સામનો કરવો પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે માટે વહેલાં માં વહેલી તકે આ રસ્તોઑ નું સમારકામ કરવામાં આવે અને જો પંદર દિવસમાં સમારકામ નહીં થાય તો પાછલા વર્ષની જેમ #SelfieWithKhada અભિયાન અને “ખાડા ત્યાં…

Read More

કોડીનાર તાલુકા ખેડૂત મંડળ અને કિશાન એકતા સમિતિ દારા મુખ્યમંત્રીને સંબોધી કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપ્યું….

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં તમામ તાલુકાનાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હોય વળતર આપવા કરી માંગ… લીલી નાઘેર એવા આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોય જિલ્લાની હજારો વિઘા ખેતીની જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો હોય જગતનો તાત બિચારો બન્યો છે. સોયાબીન,મગફળી સહિતનાં પાકો નાશ પામ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ગીર સોમનાથ જિલ્લામાં ‘લીલો દુષ્કાળ’ જાહેર કરી કિસાનોને 100 ટકા વળતર આપે તેવી આવેદનમાં કરી માંગ. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

 ગઢડા ખાતે મોહદ્દીસે આઝમ મિશન દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

ગઢડા, આજરોજ ગઢડા સ્વામી. મા મોહદ્દીસે આઝમ મિશન ગઢડા દ્વારા ઇમામ હુસૈન આર. અ. ની યાદ મા ગરીબ જરૂરત બીમાર લોકોને ફ્રૂટ ની કીટ આપવામાં આવી તેમજ આ કામ જોઈને ગઢડા ના પ્રખ્યાત ડૉક્ટર જી. વી. કળથીયા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું, આ કામ મા સાબીરભાઈ પરમાર, સલીમભાઇ આરબીયાની, ઈરફાનભાઈ લખાણી, અમીનભાઈ પરમાર, ગફુલભાઈ ખીમાણી, ઉવેશભાઈ આરબીયાની વગેરે લોકો જોડાયેલ હતા. આ પ્રોગ્રામ ને સફળતા પૂર્વક યોજાયો એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ ફ્રૂટ વિતરણ મા જે કોઈએ જે રીતે સાથ સહકાર આપ્યો એ બધાનો પણ આભાર વ્યક્ત કર્યો…

Read More

મેઘપર ગામે જોડિયા થી ધન્વંતરિ રથ આવેલ, ગ્રામજનોનું હેલ્થ ચેકપ

જોડિયા, જોડિયા તાલુકાના મેઘપર ગામે જોડિયા થી ધન્વંતરિ રથ આવેલ. જેમાં ગ્રામજનોનું હેલ્થ ચેકપ કરી ને જરૂરીયાત મદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપ.પ્રમુખ જિલ્લા ભા.જ.પ. બક્ષીપચ મોરચો.. જામનગર)..ઉપ.સરપંચ સુરેશભાઈ ચૌહાણ (ગામ. મેઘપર).અને સાથે જોડિયા થી આરોગ્ય ટિમના ડો. હાર્દિકભાઈ રામોલિયા..ડો.સેજલબેન કરકર..જોસનાબેન મઢ. FHW.. હરજીભાઈ રાતળિયા MPW..અને ભવિષાબેન ચાવડા (આશા વર્કર ) તમામ લોકો એ સાથે મળી ને સેવાકીય કાર્ય કરેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

ગ્રેઇન માર્કેટ ખાતે ધનવંતરી રથ દ્વારા કોરોના ટેસ્ટનું આયોજન

જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર તા.૦૧ સપ્ટેમ્બર, જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ ધનવંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે,  ગ્રેઇન માર્કેટ જામનગર ખાતે ધનવંતરી રથ દ્વારા ટેસ્ટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કામગીરીની સમીક્ષા અને એક પણ વ્યક્તિ ટેસ્ટમાં બાકી ન રહી જાય તે હેતુથી જિલ્લા સમાહર્તા રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનરસતિષ પટેલએ કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી. આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ…

Read More

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 87 કેસ નોંધાયા

જામનગર,  હિન્દ ન્યૂઝ જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 87 કેસ નોંધાયા કોવિડ હોસ્પિટલમાંથી શહેરના 85 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ જામનગર શહેરમાં કુલ એક્ટિવ કેસ 342 કોરોનાથી શહેરમાં કુલ 16 લોકોના નિપજયા મોત રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

ડભોઇ પંથક માં શ્રીજી ની ઘરે ઘરે વિસર્જન કરવામાં આવ્યું તે દ્રશ્યમાન થાય છે

ડભોઇ , ડભોઇ પંથક માં ગણેશ ચતુર્થી થી આનંદ ચૌદશ સુધી મહેમાનગાતી માનવા આવેલ શ્રીજી ની પ્રતીમાઓ નું આજે વિસર્જન કરવામાં આવ્યું.  હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ ને પગલે પંથક માં સરકાર ની ગાઈડ લાઇન અનુસાર નદી તળાવો માં ગણેશ વિસર્જન પણ પ્રતિબંધ હતો ત્યારે મોટા ભાગે પંથક ના લોકો એ માટી ના શ્રી ગણેશ જી ની સ્થાપના કરી 10 દિવસ તેમનું પૂજન કરી ઇકોફ્રેંડલી રીતે ઘરેજ વિસર્જન કર્યું હતું. આજે આનંદ ચૌદશ 10 દિવસ ગણેશજી લોકો ના ઘરે મહેમાન બની આવ્યા હતા અને તેમની માટી ની પ્રતીમાઓની ભક્તો દ્વારા…

Read More

રાજકોટ શહેર R.T.O કચેરીમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે લાઇસન્સ કઢાવવાના કૌભાંડનો પર્દાફાશ.

રાજકોટ, રાજકોટ શહેર R.T.O કચેરીમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે લાયકાત નહિ હોવા છતાં નકલી લાઇસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ પકડાયા બાદ એજન્ટ, લાઇસન્સ કઢાવનાર સહીત ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવા લાઇસન્સ કઢાવનાર શખ્સો હજુ નાસતા ફરતા હોય તેઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસલમ અન્સારી અને તેમના સ્ટાફે બાતમી આધારે બોગસ લાઇસન્સ કઢાવવાના ગુનામાં વોન્ટેડ ગોંડલના મેટા ખંભાળિયા ગામના છત્રપાલસિંહ વિક્રમસિંહ સરવૈયા નામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More