વેરાવળ નબળી ગુણવતા ના રોડ નું સમારકામ કરાવવા અને કોન્ટ્રાકટરો સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબતે

વેરાવળ,

જય સોમનાથ ના જયઘોષ સાથે આપ અધિકારી ને સવિનય જણાવ્યે છીએ કે, હાલ વેરાવળના બધા જ મુખ્ય અને શેરી-ગલીઓના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે અને તેના લીધે રાહદારીઓ અને નગરજનોને બહુત હાલાકી ભોગવવી પડતી હોય અને વધુમાં જણાવવામાં આવે છે કે બાળકો અને મોટી ઉમર ના લોકોને ચાલવામાં અને વાહનમાં આવ-જાવ કરતાં અકસ્માત નો સામનો કરવો પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે માટે વહેલાં માં વહેલી તકે આ રસ્તોઑ નું સમારકામ કરવામાં આવે અને જો પંદર દિવસમાં સમારકામ નહીં થાય તો પાછલા વર્ષની જેમ #SelfieWithKhada અભિયાન અને “ખાડા ત્યાં વૃક્ષારોપણ” અભિયાન જેવા અનેક અભિયાનો દ્વારા સરકાર અને સૂતા તંત્ર ને જગાડવાના પ્રયાસ કરવામાં આવશે માટે આપ અધિકારીને અમારુ નમ્ર નિવેદન છે કે આ નબડી ગુણવટના રોડ રસ્તાઓ વહલી તકે સમારકામ કરવામાં આવે છે.

આ રોડ રસ્તાઓ નબળી ગુણવતા નાચે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી જે આપણે બધા લોકો નજરે જોઈ રહ્યા છે કે આ રોડ રસ્તાની સમસ્યા દર વર્ષે નો માથા ના દુ:ખાવા સમાન તકલીફ નો વિષય છે તેનું મૂળ કારણ રોડ રસ્તા બને છે હલકી ગુણવતા ના રસ્તાઓના કામ ના લીધે છે

તેમજ રોડ ના કામો કરનાર કોન્ટ્રાકટરો/એજન્સિ પાસે થી સોગંધનામા પર ગેરેન્ટી પણ લેવામાં આવે છે તો આ ગેરેન્ટી ના નિયમો નું પાલન થાય તો આ રસ્તાના સમારકામ નો ખર્ચ પણ કોન્ટ્રાકટરો/એજન્સિ પાસે થી વસૂલી શકાય માટે આપ અધિકારી સમક્ષ માંગ છે કે આ હલકી ગુણવતા ના રોડ રસ્તાઓ બનાવવા વાળી એજન્સિ અને કોન્ટ્રાકટરો તેમજ જે કોઈ પણ સરકારી કે સતાધીસ હોદેદારો આ ગુનાહિત કાર્યમાં સંડોવાયેલ હોય તેની સામે કાયદેસર ના પગલાં લેવા અને જો આવું નહીં કરવામાં આવે તો ન છૂટકે સંવિધાનિક રાહ પર ચાલીને કોર્ટના દરવાજા ખટખટાવા પડસે માટે આપ અધિકારી આપના અધિકારની રૂહે આ લોકહિત ના કાર્ય માટે કડક પગલાં લેવા માટેની અમારી વિનમ્ર માગ કરીએ છીએ.

આપ બધા જ અધિકારી/હોદેદારઑને ખાસ એક વાત ધ્યાને મૂકવામાં આવે છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલ બિરલા ગ્રુપની ફેક્ટરી ઇંડિયન રેયોન અને સોમનાથ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ અને જાહેર એકમો આવેલા છે. વેરાવળ નગરપાલિકા અંતર્ગતના વેરાવળ શહેરમાં સી.સી. રોડ, પેવર બ્લોક રોડ અને ડામર રોડ છે તેવા જ રોડ રસ્તાઓ આ સંસ્થાઓ/જાહેર એકમો માં પણ છે તો ત્યાં ના રોડ રસ્તાઓ વર્ષો સુધી તૂટતાં નથી કે ધોવાતા નથી તો વેરાવળ નગરપાલિકા અંતર્ગત બનેલા રોડ કેમ તૂટી જાય છે અને ધોવાય જાય છે? તેનો લેખિત માં ખુલાસો આપવા અમારી નમ્ર નિવેદન પણ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment