દિયોદર ખાતે અખાદય ગોળ (રસ્કટ) ગોળ નું ધૂમ વેચાણ

દરરોજ રસ્કટ ગોળ ની ગાડી ઓ ઠલવાય છે આ રસ્કટ ગોળ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગ થાય છે

હિન્દ ન્યૂઝ, દિયોદર

        દિયોદર તેમજ દિયોદર તાલુકા ના ગામડાઓમાં દેશી દારૂ ની ભઠ્ઠી ઓ ધમ ધમી રહી છે. આ રસ્કટ ગોળ નો ઉપયોગ કરી દેશી દારૂ બનાવી રહ્યા છે. આ દેશી દારૂ પીવા થી યુવાધન તેમજ અન્ય લોકો બરબાદ થઈ રહ્યા છે ત્યારે દિયોદર ખાતે ખુલ્લે આમ આ રસ્કટ ગોળ નું વેચાણ થઈ રહ્યું છે.

જો વહીવટીતંત્ર દ્રારા તપાસ કરવામાં આવે તો ખૂણે ખચકે રસ્કટ ગોળ ના ગોડાઉન માં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટા પાયે અખાદ્ય ગોળ મળી આવે આ ગોળ દિયોદર ની કેટલીક કરિયાણાની દુકાનોમાં પણ વેચાણ થાય છે તેવી લોક મુખે ચર્ચા જાણવા મળેલ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment