હિન્દ ન્યૂઝ, દિયોદર
મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના બાળક ને જન્મ જાત થી એક ગંભીર બીમારી ના સકંજામાં આવ્યું છે. જેનું નામ એસ એમ એ 1 નો ગંભીર બીમારી છે. તેવા ધૈર્યરાજ ની મદદ માટે સમગ્ર ગુજરાત માં ફાળો એકઠો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે દિયોદર ખાતે પણ દિયોદર યુવા સંગઠન ટિમ દ્વારા 30 થી 40 યુવાનો પણ આ અભિયાન માં જોડાયા છે. જેમાં હિતેશ પરમાર, મુકેશ ભાટી, રતનસિંહ ભાટી, મોન્ટુ પઢિયાર, જીતેન્દ્ર પઢીયાર, રમેશ રાઠોડ, રમેશ ભાટી, પ્રદિપ ભાટી, સચિન ભાટી, મેહુલ ભાટી, હર્ષિલ ચૌહાણ, મિલન સોલંકી વગેરે યુવાનો પોતાના ધંધા રોજગાર નોકરી બંધ રાખી હાઇવે વિસ્તાર પર ફાળો એકઠો કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જેમાં યુવાનો એ જણાવ્યું હતું કે એક મધ્યમ વર્ગ ના પરિવાર ના બાળક માટે દરેક લોકો એ મદદ રૂપ બનવું જોઈએ જેથી અમો પણ આ બાળક ના મદદ માટે 88,000 રૂ. (અઠ્યાસી હજાર) નો ફાળો એકઠો કર્યો છે અને આ અભિયાન હાથ ધર્યું હતું.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર