બનાસકાંઠા, આપણા પ્રધાનમંત્રી મા.શ્રી. નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ કરેલ એમ.પી કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિને ખેડૂતનાં ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. જે ખાતા નંબરની ભૂલનાં કારણે ગોઠડા નિવાસી ભેમાજી ઠાકોરનાં પાંચ હપ્તાનાં 10,000 રૂપિયા રાજીબેન કાનજીભાઈનાં ખાતામાં આવી ગયેલ. આ ઘટનાની જાણ અખાભાઇ કાનજીભાઈ ચૌધરીને થતા તેઓ રૂબરૂ એમની માતાને થરા દિવ્યમ ઓનલાઈનમાં લઇને આવ્યા. એમની જરૂરી કે.વાય.સી અપડેટ કરીને માજીની સહીથી 10,000 રૂપિયા ઉપાડીને માજીનાં હસ્તે જ ભેમાજીનાં પુત્ર જગદીશને પરત કરેલ. આટલી ઉંમરે પણ થરા રૂબરૂ આવીને બીજાને મદદ કરવી ખરેખર ખુબ સરાહનીય બાબત કેવાય.…
Read MoreDay: August 18, 2020
રાજકોટ શહેરનો બનેવી-દિકરી-સાળી પોણા બે માસથી ગુમ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુમશુદા અંગે જાણ કરતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના વેજા ગામ વાજડીગઢ ખાતે રહેતા ભાવુબેન રાયસીંગભાઇ માલકિયા નામની ૨૫ વર્ષીય કોળી યુવતિ ગત તારીખ.૨૭ જૂનના રોજ સાંજના પ વાગ્યે તેમના ઘરેથી કોઈને કઈ કહ્યા વિના જતા રહ્યા હતા. જે તે વખતે તપાસ કરતા તેની સાથે મૂળ વાંકાનેરના તરકીયા ગામના અને હાલ કોઠારીયા રોડ ઉપર જુના ગણેશનગરમાં રહેતા તેના બનેવી અરવિંદભાઈ વાઘાભાઈ ઝરવરિયા અને તેની ૮ વર્ષની દીકરી હસ્તી પણ તે જ દિવસથી ગાયબ હોય. જેથી ત્રણેય એકીસાથે જ કોઈને કઈ કહ્યા વિના ભાગી ગયા હોય. તેવી દ્રઢ શંકાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં…
Read Moreગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભંગ સબબ દરરોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એ.ડિવિઝન પોલીસે ૨, બી.ડિવિઝન પોલીસે ૧, ભક્તિનગર પોલીસે ૬, પ્ર.નગર પોલીસે ૫, ગાંધીગ્રામ પોલીસે ૩, તાલુકા પોલીસે ૨ અને યુનિવર્સીટી પોલીસે ૫ સામે ગુનો નોંધ્યો છે. જયારે રીક્ષા-કાર અને બાઇકમાં સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૧૪ સામે કાર્યવાહી કરવામાં આવી…
Read Moreરાજકોટ શહેરમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ એક I.A.S ની નિમણૂંક કરાઈ છે. રાજકોટમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રવિન્દ્ર ખતાલને O.S.D તરીકે રાજકોટની જવાબદારી સોંપાઈ છે. આજે જ રાજકોટમાં મનપાના ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૯૦૦ માંથી ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તમામને આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. આજે ઇસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઇ કર્મચારીનું સ્ક્રીનીંગ…
Read Moreરાજકોટ શહેરમાં કોરોનાએ વધુ ૧૪ દર્દીઓનો લીધો ભોગ…
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજ્યમાં અન્ય જીલ્લાઓની સરખામણીમાં રાજકોટનો ડેથ રેટ ઉચું જઈ રહ્યું છે. આજે પણ જીલ્લામાં કોરોનાથી વધુ ૧૪ દર્દીઓના મોત થયા છે. આજે પણ રોજની જેમ સૌથી વધુ સિવિલમાંથી જ દર્દીઓની મૃત્યુ થયાની જાણકારી મળી છે. આજે મૃત્યુ પામેલ દર્દીઓ પૈકી ૧૩ દર્દીઓએ સિવિલમાં જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પિટલ વોકહાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. (૧) શારદાબેન કલ્પેશભાઈ પીપળીયા (ઉ.૩૬) તિરૂપતી સોસાયટી રાજકોટ. (૨) દેવશંકરભાઈ નરભેશંકરભાઈ મોઢા (ઉ.૬૫) ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ. (૩) સાવિત્રીબેન ભાનુશંકર દવે (ઉ.૭૫) ગાયત્રીનગર રાજકોટ. (૪) જીજ્ઞાબેન રણછોડભાઈ ચોવટીયા (ઉ.૩૬)…
Read Moreભિલોડા ખાતે ભવનાથ મંદિરે ઉજવાતો લોકમેળો નિ:રસ રહ્યો કોરોનાની મહામારી માં નહિવત સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા…
અરવલ્લી, અરવલ્લી જીલ્લાના ભીલોડામાં દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવનાથ મંદિરે ભવ્ય લોક મેળો ઉજવાતો આવ્યો છે.ત્યારે આજુબાજુ માંથી હજારો લોકો લોકમેળો માણવા આવતા અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્ય થતા. પણ આ વર્ષે દેશભરમાં કોરોનાની મહામારીના કારણે ભક્તજનોની પાંખી હાજરી જોવા મળી હતી, અને બહારથી આવતા નાના વેપારીઓ એક દિવસ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવતા, એ લોકોની પણ હાજરી એકદમ નહિવત જોવા મળી હતી. અને ભિલોડાના બજારો ખુલ્લાખમ જોવા મળ્યા હતા. ત્યારે કોરોનાના કહેરે નાના વેપારીઓ પર પણ કાળો કેર વર્તાવ્યો છે એવુ લાગી રહ્યું છે. રિપોર્ટર…
Read Moreસુરત જિલ્લાના કુરસદ ગામે ચાર ભેંસોને વીજ કરંટ લાગતાં થયેલાં મોત
સુરત, સુરત જિલ્લાના કુરસદ ગામે DGVCL ની ગંભીરબેદકારીને પગલે વીજ કરંટ લાગતાં ચાર ભેંસોના મોત નિપજતાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ ચાર ભેંસો ખુલ્લામાં ચરી રહી હતી તે દરમિયાન DGVCL ની વીજ લાઈનનો જીવન્ટ તાર અડતાં આ ચાર ભેંસો મોતને ભેટી છે. પશુપાલકો નું કહેવું છે કે વીજ તાર નીચે ની તરફ જુકેલા હતા જેને પગલે આ બનાવ બનવા પામ્યો છે. ચાર ભેંસોની અંદાજીત કિંમત ચાર લાખ રૂપિયા કરતાં વધુ થાય છે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreરાજકોટ શહેર બેટી રામપરા ગામે પુત્રીને વડિલોપાર્જીત જમીનમાંથી ભાગ આપવા મુદ્દે કોળી દંપતિને ૪ શખ્સોએ ઝઘડો કરી ધોકાથી મારમારી ધમકી આપી
રાજકોટ, રાજકોટ શહેર બેટી રામપરા ગામે રહેતા જયાબેન સામતભાઈ ભલગામડીયા (ઉ.૫૫) એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં લીંબડીના ટીંબલા ગામે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન ગોવિંદ મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયા વિરુઘ્ધ ધોકા વડે મારામારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જયાબેન ભલગામડીયા (ઉ.૫૫) એ પોતાના ઘરે પતિ સામતભાઈ સાથે ટીવી જોતા હતા. ત્યારે લીંબડી તાલુકાના ટીંબલ ગામે માવતરે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયાએ આવી ‘તમે તમારી દીકરીને કેમ વડીલોપાર્જીત જમીનમાંથી એક એકર ભાગ આપો…
Read More