લાઠી તાલુકાના નારાયણ નગર પંચાયત નીચે આવેલ અલગ અલગ વિસ્તાર માં ટાશ પાથરવાનું કામ શરૂ

લાઠી, હાલ મા સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેને ધ્યાને રાખીને આ મહામારી અટકાવવાના ભાગરૂપે લાઠી તાલુકાના નારાયણ નગર ગામે સ્વચ્છતા જળવાઈ રહે તેથી નારાયણ નગર ગામ ના યુવા સરપંચ નિલેશ ભાઈ પી ડેર તથા કર્મનિષ્ઠ તલાટી કમ મંત્રી રવિરાજ સિંહ ખેર દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી તથા ટાશ પાથરવામાં આવી ગોદડિયા નગર તેમજ અલગ અલગ વિસ્તાર માં જ્યાં રોડ પાસ નથી થયેલ એવા વિસ્તાર માં કીચડ થાય છે એવા વિસ્તાર માં ટાશ પાથરવા નું કામ ચાલે છે. પંચાયત સભ્ય હાજીભાઇ તાજાણી તેમજ રહીમભાઈ…

Read More

રાજકોટ શહેર અનલોક-૨ નિયમોનો ઉલાળીયો કરી ટોળા એકઠા કરતી ૧૪ જેટલી ચા-પાનની દુકાનો અને કેબીનો ઉપર મનપાની ટીમે દરોડો પાડી સીલ કરી દીધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ અનલોક-૨ ના નિયમોનો ઉલાળીયો કરતા હોવાનું મનપા તંત્રની સામે આવતા રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.કે.સિંઘ સહિતના સ્ટાફે ચા-પાનની દુકાનોએ માણસોના ટોળા ભેગા ન થાય તે માટે માત્ર પાર્સલ લઈને જતા રહેવાનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં જાહેરનામાનો ભંગ કરતા ચા-પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. શક્તિ ટી શોપ (સંત કબીર રોડની પાસે), ગાત્રાડ પાન ટી સ્ટોલ (માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ), ખેતલા આપા ટી સ્ટોલ (અમુલ સર્કલ, ૮૦ ફૂટ રોડ), રાધે હોટેલ (અટિકા ફાટક પાસે),   મોમાઈ હોટેલ (રૈયા ચોકડી), કિસ્મત હોટેલ (હનુમાન મઢી,…

Read More

રાજકોટ શહેરમાં હોકર્સ ઝોનમાં લારી-ગલ્લાનાં ધંધાર્થીઓને ૩ મહિનાનો રૂ.૧૫૦૦નો ચાર્જ માફ : બીનાબેન આચાર્ય, ઉદિત અગ્રવાલ, ઉદય કાનગડ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૯૯ હોકર્સ ઝોનમાં ૪૫૦૦ જેટલા ધંધાર્થીઓ વ્યવસાય કરી રોજીરોટી મેળવે છે. હોકર્સ ઝોનમાં જગ્યા મેળવી વ્યવસાય કરતા આ ધંધાર્થીઓએ દર મહિને રૂ.૫૦૦નુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોનાની મહામારી વચ્ચે તા.૨૫-માર્ચથી મે-૨૦૨૦ના અંત સુધી લોકડાઉનને કારણે આ ધંધાર્થીઓ વ્યવસાય કરી શક્યા ન હતા. અને આ બધા ધંધાર્થી ખૂબ જ નાના વર્ગના હોય જેથી આ બાબતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર ચર્ચાના પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકાએ આ ધંધાર્થીઓને આર્થિક રાહત આપવાના ત્રણ માસ એટલે કે એપ્રિલ, મે, અને…

Read More

રાજકોટ શહેર ખાતે ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલો નિર્ણય……

રાજકોટ, રાજકોટ ના ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલ નિર્ણય કે શનિ,રવિ,સોમ આમ ત્રણ દિવસ માટે ચા ની દુકાનો/હોટલો બંઘ રહેશે, એવું ચા દુકાનો & હોટલ એસોસિયેશન (રાજકોટ) એ જણાવેલ. રિપોટર : સંદિપ રાખશીયા, રાજકોટ

Read More

ચા અને પાનની દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર થતા અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ

રાજકોટ, તા. ૧૦/૦૭/૨૦૨૦ કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશન…

Read More

રાજકોટ શહેર રાત્રે ૧૦ થી સવારે ૫ સુધી કરફ્યુ દરમિયાન કામ વગર લપાતા-છુપાતા બહાર નિકળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને ઘટાડવા માટે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર છેલ્લા ઘણા સમયથી કમર કસી રહ્યું છે. જે સંદર્ભે જીલ્લા કલેકટર રેમ્યા મોહને આજે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પેટ્રોલીંગના કડક આદેશ કર્યા છે. જીલ્લા કલેકટરની સૂચના મુજબ હવે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પોતાના વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોને સાથે રાખીને સઘન પેટ્રોલીંગ કરશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરના પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજા કોઈપણ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં ન આવ્યા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ , રાજકોટ શહેરમાં નિર્મલા કોન્વેન્ટ માતૃકૃપા-૪ બાલમુકુંદ પ્લોટ ખાતે રહેતા પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજાને ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂરતી તકેદારી અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા છતાં પણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનુ જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા જ W.H.O. અને અન્ય આરોગ્ય સંસ્થાઓએ કોરોના વાયરસ હવામાં પણ ફેલાતો હોવાની પુષ્ટિ કરી હતી. એ જ રીતે રાજકોટના પત્રકાર પણ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ના આવ્યા છતાં પણ કોરોના પોઝિટિવ આવતા વાયરસના લક્ષણ હવામાંથી જ લાગ્યા હોવાનું લાગી રહ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૯.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરનાર છે. મુખ્યમંત્રી સાંજે ૫ થી ૬ વાગ્યે આવવાના છે. તેમનો આગળનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, તેમ છતાં સાંજે હેલિકોપ્ટર રસ્તે આગમન બાદ સાગર દર્શન રેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ વહેલી સવારે ૫ થી ૬ વાગ્યા દરમિયાન સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવીને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરશે, ત્યારબાદ પરત રવાના થશે. એટલું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર…

Read More

રાજકોટ શહેર એચ.જે.દોશી હોસ્પિટલમાં એક દર્દી કોરોના પોઝિટિવ. સંપર્કમાં આવેલા હોસ્પિટલના ૭૨ વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા

રાજકોટ, રાજકોટ શહેરના દોશી હોસ્પિટલમાં આંતરડાની સર્જરી માટે આવેલો યુવાન ઓપરેશનના ૩ દિવસ બાદ કોરોના પોઝિટિવ થતાં સ્ટાફમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ બનાવ બાદ સારવાર કરનાર ૨ ડોકટરો સહિત ૭૨ લોકોને કવોરન્ટાઇન કરાયા છે. એક યુવાનના પોઝિટિવ રિપોર્ટ બાદ હોસ્પિટલના મેનેજમેન્ટે માત્ર આઇસીયુ, ઓપરેશન થિયેટર અને ઓપીડી વિભાગને સીલ કરીને સંતોષ માની લીધો છે. જયારે આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત હોય અને દરરોજ હજારો દર્દીઓની અવર-જવર હોવા છતાં પણ આ ઘટનાને મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક લીધું નથી. રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના હોદેદારો તેમજ પત્રકારો દ્વારા રાજકોટ M.L.A. લાખાભાઈ સાગઠીયાને આવેદનપત્ર

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના હોદેદારો તેમજ પત્રકારો દ્વારા રાજકોટ M.L.A. લાખાભાઈ સાગઠીયાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ઝોન પ્રભારી ભાર્ગવભાઈ જોષી, સહ પ્રભારી અમિતભાઇ પરમાર, સંજયભાઈ કુંભારવાડિયા, કિરીટસિંહ જાડેજા, ધવલભાઈ સવાણી પત્રકાર દ્વારા લેખિત રજુઆત કરાય કોરોના મહામારી ધ્યાનમાં રાખી પત્રકારો ના પ્રશ્ર્નો હલ કરવા આજીજી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી સરકારી સહાયો બંધ કરી છે. એ ચાલુ કરવા અને પત્રકારો ના હક માટે રાજ્ય સરકાર ને પત્ર લખ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More