રાજકોટ શહેર એચ.જે.દોશી હોસ્પિટલમાં એક દર્દી કોરોના પોઝિટિવ. સંપર્કમાં આવેલા હોસ્પિટલના ૭૨ વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા

રાજકોટ,

રાજકોટ શહેરના દોશી હોસ્પિટલમાં આંતરડાની સર્જરી માટે આવેલો યુવાન ઓપરેશનના ૩ દિવસ બાદ કોરોના પોઝિટિવ થતાં સ્ટાફમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ બનાવ બાદ સારવાર કરનાર ૨ ડોકટરો સહિત ૭૨ લોકોને કવોરન્ટાઇન કરાયા છે. એક યુવાનના પોઝિટિવ રિપોર્ટ બાદ હોસ્પિટલના મેનેજમેન્ટે માત્ર આઇસીયુ, ઓપરેશન થિયેટર અને ઓપીડી વિભાગને સીલ કરીને સંતોષ માની લીધો છે. જયારે આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત હોય અને દરરોજ હજારો દર્દીઓની અવર-જવર હોવા છતાં પણ આ ઘટનાને મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક લીધું નથી.

રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment