હિન્દ ન્યુઝ, જામજોધપુર તારીખ 30/09/2024 ના રોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર તાલુકાના સતાપર અને ઉદેપુર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 87 લાભાર્થીના 111 મેડીસીન સારવાર, 13 સર્જરી, 55 ગાયનેક સારવાર અને 187 નિઃશુલ્ક કૃમિનાશક દવાઓનું વિતરણ એમ કુલ 366 મુંગા જીવોની સારવાર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન હાજર પશુ પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પશુઓમાં થતા ખરવા મોવાસા રસીકરણનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભાન્વિત બન્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુકલ, જિલ્લા…
Read MoreDay: October 1, 2024
જોડીયા તાલુકાની હડીયાણા કન્યા શાળા ખાતે કલા મહોત્સવનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જોડીયા તાલુકામાં આવેલ હડીયાણા કન્યા શાળા ખાતે સી.આર.સી. કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હડીયાણા સી.આર.સી. પેટા શાળાઓમાંથી બાલાચડી, નેસડા, ખીરી, વાવડી અને હડીયાણા ગામના વિદ્યાર્થીઓએ જુદી- જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની અંદરની કલા દ્રષ્ટિ પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાના અંતે શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને અને તેમને ઈનામ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં…
Read Moreસ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલ ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ છેવાડાના ગામડા સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને આ અભિયાનમાં લોકો સહભાગી થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ધ્રોલ તાલુકાની જી.એમ. પટેલ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટકના માધ્યમથી જાગૃતિલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Read Moreશ્રી નેસડા પ્રાથમિક શાળાના બાળકો જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કૂલસ ઓફ એક્સલન્સમાં પસંદગી પામ્યા
હિન્દ ન્યુઝ, જામનગર જોડીયા તાલુકામાં આવેલ શ્રી નેસડા પ્રાથમિક શાળા સતત બાળકોના વિકાસ માટે કાર્યાન્વિત હોય છે. શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાના માર્ગદર્શન મુજબ શિક્ષક મિત્રો બાળકો માટે સતત ટીમ વર્કથી કામગીરી કરતા હોય છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ, વિવિધ સહ અભ્યાસિક પ્રવત્તિઓ તથા ગુજરાત સરકારની રાજ્ય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓની તૈયારી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાળકોને સતત માર્ગદર્શન આપતા હોય છે. તાજેતરમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમાં પાંચ વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ છે. જેમાં સોલંકી રોશની હિતેશભાઈની મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં પસંદગી કરવામાં આવી છે.…
Read Moreકાલાવડ તાલુકાના બેરાજા ગામે સ્વચ્છતા હી સેવા અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, કાલાવડ સ્વચ્છતા હી સેવા અભિયાન- 2024 અંતર્ગત કાલાવડ તાલુકામાં આવેલ બેરાજા ગ્રામ પંચાયતના પી.એચ.સી. ખાતે સફાઈ કર્મીઓ તથા તેમના પરિવારજનો માટે નિ:શુલ્ક હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે દ્વારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કર્યક્રમના અંતે તમામ નાગરિકો દ્વારા સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
Read Moreલોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા મોટા ગરેડીયા ગામે બહેનો માટે તાલીમ સત્ર યોજાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ અને એફપ્રો સંસ્થા- લતીપુરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુનઃ પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરતા થાય, ગેસ- ચૂલા- કેરોસીનની જગ્યાએ સૂર્ય કૂકરનો ઉપયોગ કરતા થાય, નિઃ શુલ્ક કુદરતી રસોઈ બનાવતા થાય તે ઉદ્દેશ્યથી મોટા ગરેડીયા ગામના 50 મહિલા બહેનો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં 50 લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડયાએ બહેનોને પુનઃ…
Read Moreટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટેની નવી સીરીઝના રી- ઓકશનમાં ભાગ લઈ શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે-૧૦-ઇડી (ED) નવી સીરીજનું તમામ નંબર માટે તથા ફોર વ્હીલર માટેની સીરીઝ જીજે -૧૦-ઇસી (EC) નાં તમામ નંબર માટેના રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૦૨/૧૦/૨૦૨૪ થી તા.૦૬/૧૦/૨૦૨૪ ના બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૦૬/૧૦/૨૦૨૪ થી ૦૮/૧૦/૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ…
Read Moreજામનગરમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ- ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે નહી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા- પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અન્વયે નાણાંકીય વર્ષ 2024- 25 માટે આઈ- ખેડુત પોર્ટલ પર અરજી મુકવામાં આવી છે. ઉક્ત યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની વિગતો http://gauseva.gujarat.gov.in આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુલાઈ- 2024 થી સપ્ટેમ્બર- 2024 ના તબક્કાની સહાય માટે આગામી તારીખ 01/10/2024 થી 15/10/2024 દરમિયાન આઇ- ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકાર કરવામાં આવશે. જે તબક્કા માટે ઓનલાઈન આઇ- ખેડુત પોર્ટલ પર અરજી…
Read Moreખેડૂતો માટે વધુ એક આવકારદાયક નિર્ણય
હિન્દ ન્યુઝ, જામનગર ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન…
Read Moreકાલાવડ તાલુકાના મોરવાડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, કાલાવડ પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના- કાલાવડ દ્વારા મોરવાડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના કુલ 39 પશુપાલક લાભાર્થીઓના 147 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના કુલ 120 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.પી.એ.લીમ્બાચીયા દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપી તેમાં સહયોગી બનવા અંગે સૂચના આપવામાં…
Read More