સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલ ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર 

    સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ છેવાડાના ગામડા સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને આ અભિયાનમાં લોકો સહભાગી થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. 

ધ્રોલ તાલુકાની જી.એમ. પટેલ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટકના માધ્યમથી જાગૃતિલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. 

Related posts

Leave a Comment