શ્રી નેસડા પ્રાથમિક શાળાના બાળકો જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કૂલસ ઓફ એક્સલન્સમાં પસંદગી પામ્યા

હિન્દ ન્યુઝ, જામનગર 

   જોડીયા તાલુકામાં આવેલ શ્રી નેસડા પ્રાથમિક શાળા સતત બાળકોના વિકાસ માટે કાર્યાન્વિત હોય છે. શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાના માર્ગદર્શન મુજબ શિક્ષક મિત્રો બાળકો માટે સતત ટીમ વર્કથી કામગીરી કરતા હોય છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ, વિવિધ સહ અભ્યાસિક પ્રવત્તિઓ તથા ગુજરાત સરકારની રાજ્ય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓની તૈયારી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાળકોને સતત માર્ગદર્શન આપતા હોય છે.

તાજેતરમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમાં પાંચ વિદ્યાર્થીઓ મેરીટમાં આવેલ છે. જેમાં સોલંકી રોશની હિતેશભાઈની મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં પસંદગી કરવામાં આવી છે. જેમને ધોરણ 6 થી 12 સુધી શિષ્યવત્તિ મળશે. તેમજ અન્ય વિદ્યાર્થી ચાવડીયા હિરેન ખોડાભાઈની જ્ઞાનશક્તિ રેસીડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ ધ્રોલમાં ધોરણ 6 થી 12 સુધી વિના મૂલ્યે સરકારી ખર્ચે અભ્યાસ માટે પસંદગી પામેલ છે. 

જેમને રહેવા, જમવા અને અભ્યાસનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ ગ્રામ સરપંચ, શાળાના આચાર્ય અને તમામ શિક્ષક મિત્રોએ બંને વિદ્યાર્થીઓને અનેક શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

Leave a Comment