જોડીયા તાલુકાની હડીયાણા કન્યા શાળા ખાતે કલા મહોત્સવનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

    જોડીયા તાલુકામાં આવેલ હડીયાણા કન્યા શાળા ખાતે સી.આર.સી. કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હડીયાણા સી.આર.સી. પેટા શાળાઓમાંથી બાલાચડી, નેસડા, ખીરી, વાવડી અને હડીયાણા ગામના વિદ્યાર્થીઓએ જુદી- જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 

જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની અંદરની કલા દ્રષ્ટિ પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાના અંતે શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને અને તેમને ઈનામ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

Related posts

Leave a Comment