હિન્દ ન્યુઝ, કાલાવડ
પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના- કાલાવડ દ્વારા મોરવાડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના કુલ 39 પશુપાલક લાભાર્થીઓના 147 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના કુલ 120 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.પી.એ.લીમ્બાચીયા દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપી તેમાં સહયોગી બનવા અંગે સૂચના આપવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.