સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શો નું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિલક્ષી સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે સ્વચ્છતા, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશને સ્વચ્છ રાખવાનો નહીં પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્વ આપવાનો છે. આ અભિયાન દ્વારા અનેક સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

મહિલાઓનો ફાળો સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. તેમના અમૂલ્ય યોગદાનથી આપણે સફાઈ અભિયાનને વધુ સફળ બનાવી શકીશું.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સખી મંડળોને વર્મી કમ્પોસ્ટ અંગે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. જેના પરિણામે મહિલાઓએ કચરાને ખાતરમાં પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી જમીનની ગુણવત્તામાં વધારો અને ગંદકીમાં ઘટાડો થયો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણા દેશની ઓળખ બને તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સમગ્ર દેશ સ્વચ્છતાને હર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતાઓમાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ અને વર્મી કમ્પોસ્ટીંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment