જામનગરમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ- ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે નહી

હિન્દ ન્યુઝ, જામનગર

રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા- પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અન્વયે નાણાંકીય વર્ષ 2024- 25 માટે આઈ- ખેડુત પોર્ટલ પર અરજી મુકવામાં આવી છે. ઉક્ત યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની વિગતો http://gauseva.gujarat.gov.in આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 

જુલાઈ- 2024 થી સપ્ટેમ્બર- 2024 ના તબક્કાની સહાય માટે આગામી તારીખ 01/10/2024 થી 15/10/2024 દરમિયાન આઇ- ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકાર કરવામાં આવશે. 

જે તબક્કા માટે ઓનલાઈન આઇ- ખેડુત પોર્ટલ પર અરજી ન કરેલી હોય તો તે લાભાર્થી સંસ્થાને જે- તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

ઙકત ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈને અરજીના પ્રિન્ટ આઉટના બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો સાથે જોડીને અચૂકપણે અરજી કર્યાના આગામી 21 દિવસમમાં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. 

ઉક્ત ઓનલાઈન કરેલ અરજી તથા અરજીના બિડાણમાં જણાવલા સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જામનગરની કચેરી ખાતે સુનિશ્ચિત સમય મર્યાદામાં રજૂ ન કરી હોય તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment