હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવનાર છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને પોરબંદર ખાતે દરિયાકિનારા ખાતે સફાઈ અભિયાનમાં સવારે ૬ વાગ્યે ભાગ લેશે. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સવારે ૮ વાગ્યે કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા પ્રાર્થના સભામાં ભાગ લેશે. કિર્તીમંદિર બાદ સુદામા ચોક ખાતે સવારે ૦૯ વાગ્યે શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઇ સ્વચ્છતા અભિયાનમાં ફાળો…
Read MoreDay: October 1, 2024
ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર વિસ્તાર માટે દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી કરવા જણાવવામાં આવે છે. જેમા ધ્રોલ વિસ્તાર માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં જ્યારે લાલપુર તથા જામજોધપુર તાલુકાના અરજદારો માટે તા,૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં અરજી રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે. આ અંગેના અરજી ફોર્મ સંબધિત પ્રાંત અધિકારીની કચેરીમાંથી મળી શકશે. સમય મર્યાદા બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ…
Read Moreજિલ્લા પંચાયત જામનગર ખાતે ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમ યોજાયો
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા હિન્દ ન્યુઝ, જામનગર ભારત સરકારના દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.જે ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને કેન્દ્રમાં રાખી ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી ઉપસ્થિત રહેલ મિતલ પટેલે ઉપસ્થિત સૌ કોઈને પ્લાસ્ટિકના ગેરફાયદા, ક્લાયમેટ ચેન્જ માટે…
Read Moreજામનગર જિલ્લામાં તા. 2 થી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તારીખ 2 ઓક્ટોબરથી તારીખ 8 ઓક્ટોબર 2024 સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તે મુજબ નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી જામનગર દ્વારા પણ નશાબંધી સપ્તાહ 2024 ના ભાગરૂપે નશાબંધીના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢેલ છે.જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ વિવિધ થીમ સાથે સાઇકલ રેલી, વકતૃત્વ સ્પર્ધા, વ્યસનમુક્તિ સેમિનાર, વ્યસન મુક્તિ અંગે નાટક સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા અનુસાર તા.2 ઓક્ટોબરના રોજ સવારે 8.30 કલાકે ટાઉનહોલ ખાતેથી સાયકલ રેલી, સાંજે 6.00 કલાકે લાલપુર ખાતે વકતૃત્વ…
Read Moreસરકાર દ્વારા ખરીફ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ ના પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરેલ છે. જે અન્વયે મગફળી માટે રૂ.૬,૭૮૩, મગ માટે રૂ.૮,૬૮૨, અડદ માટે રૂ.૭,૪૦૦, અને સોયાબીન માટે રૂ.૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. સદરહુ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧/૧૧/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડુતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓને તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
Read Moreરૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો
ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪: હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ રૂસ્તમપૂરા તરણ કુંડ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૨૫થી વધુની વયના ૧૬૦થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરત મનપા સંચાલિત સિંગણપોર તરણ કુંડના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર વિરલ સેલરના માર્ગદર્શન હેઠળ સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં કેટલીક રમતમય સિદ્ધિઓ નોંધાઇ, જેમાં ભરતકુમાર સેલરે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ, મનીષકુમાર ગાંધીએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક…
Read Moreનિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ઓગષ્ટ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય…
Read Moreએ.સી.બી. રાજકોટ એકમના ઓએ ગૃહવિભાગના વર્ગ-૧ ના આરોપી વિરુદ્ધ રૂા.૧,૮૦,૦૦૦/-ની લાંચ નો ગુનો ડેવલપ કરવાની કામગીરી કરેલ છે.
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ-૨ ના આરોપી વિરુદ્ધ રૂા.૨૦,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ કાયદા વિભાગના ખાનગી વ્યક્તિ વિરુદ્ધ રૂા.૪,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે. અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ -૩ના આરોપી વિરુદ્ધ રૂા.૯,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે. એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ ગૃહ વિભાગના વર્ગ-૩ના આરોપી વિરુદ્ધ રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે. #ACBGujarat #gujarat #FightAgainstCorruption #careprogram
Read Moreજામનગર જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારની સુચના મુજબ સમગ્ર જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓની આસપાસ, મંદિરો પાસે, સ્કુલોમાં વગેરે જગ્યાએ દરરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. જિલ્લા કલેકટર બી.કે.પંડયાના માર્ગદર્શન અનુસાર અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જામનગર શહેર હોમગાર્ડઝ યુનિટ કચેરીઓના હોમગાર્ડઝ સભ્યોએ લાલ બંગલાની અંદર ફેમિલી કોર્ટ, જિલ્લા કલેકટરના આવાસની આસપાસનો વિસ્તાર, જુની આર.ટી.ઓ. કચેરી, એલ.સી.બી. કચેરી આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Read Moreલાલપુર ખાતે આંગણવાડીના બાળકો અને લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, લાલપુર ચાલુ માસ સપ્ટેમ્બરમાં પોષણ માસ- 2024 અંતર્ગત આઈ.સી.ડી.એસ. ઘટક લાલપુર ખાતે બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકો અને વાલીઓ માટે ભાવિ માતા પિતા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકના સારા ઉછેર માટે માતા- પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, સ્તનપાન અને ઉપરી આહારનું મહત્વ, બાળકના પ્રથમ એક હજાર દિવસની કાળજી વિશે સી.ડી.પી.ઓ. લાલપુર દ્વારા સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. તેમજ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પી.ડી.પરમાર અને ડો.ભાવેશભાઈ બેરાએ સગર્ભાવસ્થાની જાણ થતાં ઝડપથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં રજીસ્ટ્રેશન માટેની પદ્ધતિ, આયુર્વેદ ઉપચાર પદ્ધતિના લાભ, સરળ…
Read More