ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર વિસ્તાર માટે દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર

   ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી કરવા જણાવવામાં આવે છે. જેમા ધ્રોલ વિસ્તાર માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં જ્યારે લાલપુર તથા જામજોધપુર તાલુકાના અરજદારો માટે તા,૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં અરજી રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે. આ અંગેના અરજી ફોર્મ સંબધિત પ્રાંત અધિકારીની કચેરીમાંથી મળી શકશે. સમય મર્યાદા બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણમાં લેવામાં આવશે નહી. જેની પણ સંબંધકર્તાઓએ નોંધ લેવી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તે બાબત ધ્યાને લેવા પણ યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment