હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ ના પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરેલ છે. જે અન્વયે મગફળી માટે રૂ.૬,૭૮૩, મગ માટે રૂ.૮,૬૮૨, અડદ માટે રૂ.૭,૪૦૦, અને સોયાબીન માટે રૂ.૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. સદરહુ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧/૧૧/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડુતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓને તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
