માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ  રૂ. ૩૭૯.૬૬ કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

હિન્દ ન્યુઝ, રાજકોટ  દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. ૩૭૯.૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા. ૧૯-૧૦-૨૦૨૨નાં રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેનાં સમારોહમાં થનાર છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા (GHTC-I) અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ…

Read More

કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ             રાજયના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલા પદાધિકારીઓએ રાજ્યમંત્રી સમક્ષ પોતાના વિસ્તારના વીજળી સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં પ્રજા અને ખેડૂતોને વિના વિક્ષેપે વીજળી મળી રહે તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાના વણઉકલ્યા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને રાજ્યમંત્રીએ તાકીદ કરી હતી.             જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા,…

Read More

‘‘આયુષ્માન’’ કાર્ડ થકી મારા બંને ઘૂંટણનું ઓપરેશન થઈ જતા હું ફરી હરતો ફરતો થયો છું – ધનજીભાઈ ગાજીપરા, નારણપર, લાભાર્થી

હિન્દ ન્યુઝ, ભુજ         મે મજૂરી કામ કરીને મારી આખી જિંદગી કાઢી છે, અત્યારે ૬૮ વર્ષની ઉંમરમાં મારા બંને ઘૂંટણ કામ કરતા બંધ થઇ જતાં હરવા ફરવામાં હું એકદમ લાચાર થઈ ગયો હતો. ૧૦૦ થી ૨૦૦ ફુટ ચાલતા જ મારે આરામ કરવો પડતો હતો. બીજી તરફ મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મારા બંને ઘૂંટણનું ઓપરેશન કરાવી શકું. ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા રૂા.૩ લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો. જે મારાથી ખર્ચી શકાય એમ ન હતા. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી કરાયેલી ‘‘આયુષ્માન કાર્ડ’’ની યોજના થકી આજે એકપણ…

Read More

બોટાદને મળશે કુલ રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પોલીસ હેડ કવાર્ટર્સની ભેટ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ. ૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે…

Read More

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આજે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી તથા પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરશ્રીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ. ૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે…

Read More

“યુનિક” સેવા – દિવ્યાંગ અને તેના ઘરના સભ્યોને વિભિન્ન તકલીફો માટે જરૂરું  રિપોર્ટ્સ ફ્રી કરાવવા કાર્ડ અપાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ    તા. 16/10/2022 રવિવારના રોજ  યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના કાર્યાલય “વિકલાંગ વિકાસ કેન્દ્ર”, શાળા ન. 55, આનંદનગર બગીચા સામે, નીલકંઠ સિનેમા સામેનો રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 7 સુધી દિવ્યાંગજન અને પરિવારના સભ્યોના પડતી શારીરિક તકલીફોની વિગતો નોંધીને જરૂરી રિપોર્ટ્સ ફ્રી કરાવવા માટેનું કાર્ડ આપવામાં આવેલ હતું.આ કેમ્પમાં 231 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં અપાયેલ કાર્ડ લાભાર્થીઓ સંજીવની હોસ્પિટલ, મવડી ચોકડી ખાતે રજૂ કરી નોંધેલ રિપોર્ટ્સ ફ્રી કરાવી શકશે. આ કેમ્પમાં ડેંગ્યુ-ટાઈફોડ-મલેરિયા જેવા તાવ, સુગર, ડાયાબિટીસ, યુરિન, કોલેસ્ટ્રોલ, વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપ, સંધિવા,ચિકનગુનિયા,યુરિક…

Read More

આજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશેઆજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ  તાજેતરમાં જિલ્લામાં નોંધણી થયેલા એક લાખ વીસ હજાર લાભાર્થીઓના PMJAY-MA PVC કાર્ડનું રાજયના તમામ તાલુકાઓ સાથે કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોથી વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં ભાગરૂપે કચ્છ જિલ્લા સ્તરનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે આજે તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ બપોરે ૨.૪૫ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીર, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન અરેઠીયા, ભુજ નગરપાલિકા…

Read More

જસદણમાં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગૌરવ યાત્રા ચોટીલા થી કુતિયાણા સુધી યોજવામાં આવેલા ત્યારે ગૌરવ યાત્રા જસદણ પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ જૂના માર્કેટીંગ યાર્ડમાં સભા યોજવામાં આવેલા જેમાં હજારોની સંખ્યામા કાર્યકરો ઉસ્તાભેર જોડાયા હતા આ ગૌરવ યાત્રા ની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભારતભાઈ બોઘરા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ,જસદણ નગરપાલિકાના સદસ્ય, જસદણ વીછીયાના તમામ મંડળના હોદેદારો કાર્યકરો ગૌરવ યાત્રામાં જોડાયા હતા બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

ફેરી માટે સાધનોની સહાય મળતા ખુશ થયા રસીદાબહેન,આત્મનિર્ભરતા માટે પ્રથમ પગથિયું પૂરું પાડવા સરકારનો માન્યો આભાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   ગીર સોમનાથ, તા-૧૬: સુશાસનના સંકલ્પ સાથે જન કલ્યાણ માટે સતત કાર્યશીલ સરકાર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં તા.૧૫ ઓક્ટોબરના રોજ સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ભાખા ગામના વતની રસીદાબહેન હુસેનભાઈ મકવાણાને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત વિવિધ પ્રકારની ફેરી માટેના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી. આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત ૧૩,૮૦૦ની કિંમતની ફેરી માટેના સાધનોની કીટ મળતા ખુશખુશાલ રસીદાબહેને…

Read More

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ, તા–૧૬: આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેને અનુલક્ષી વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સમીક્ષા બેઠક આ બેઠકમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત રીતે યોજાય તે અંગે નોડલ ઓફિસરઓને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં…

Read More