પી.સી.આર.ની સારી કામગીરી 

હિન્દ ન્યુઝ, સુરત તા.૨૬/૧૦/૨૦૨૨ ના ક.૧૭/૫૮ ના કોલના આધારે કોલર નામે જીજ્ઞેશભાઇ મો.નં.૬૩૫૭૪ ૨૩૧૧૭ નાઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ કે, “ ખ્વાજાદાના રોડ ઝિંગા સર્કલ પાસે એક અજાણ્યા પુરૂષની લાશ પડેલ છે.” જે કોલના આધારે અઠવા-PCR-૩૪ ના ઈન્ચાર્જ LR હિતેન્દ્રસિંહ વિનોદસિંહ બ.નં-૩૯૯૮ નાઓ માત્ર ૦૪ મીનીટ નાં સમયગાળામાં પહોચી જઈ સદર જગ્યાએ જઇ તપાસ કરતા એક અજાણ્યા પુરૂષની લાશ તથા એક નાની છોકરી નામે રાખીબેન ઉ.વ.આ. ૦૪ નાની મળી આવેલ જે છોકરીના વાલીવારસ ન મળી આવતા પો.સ્ટે ખાતે લઇ ગયેલ અને PSO ને સોપેલ.ત્યારબાદ છોકરીના પિતા નામે રણજીતકુમાર ઉમેશચંદ્ર…

Read More

વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ શહેરમાં બે ઓવરબ્રિજનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનુ ભૂમિપૂજન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વેરાવળ શહેરમા રેલ્વે ઓવરબ્રીજ બનતા લોકોના જાહેર જીવન પર ખુબજ સકારત્મક અસર થશે. જેમાં અવાર નવાર ટ્રેન આવતા જે કલાક કલાક ફાટક બંધ થતા હોવાની સમસ્યા રહેતી હતી તે સમસ્યાથી લોકોને…

Read More

શ્રી સોમનાથ મંદિર દિપાવલી પર્વ નિમિત્તે દિવળાઓથી ઝળહળી ઉઠ્યુ

હિન્દ ન્યુઝ, સોમનાથ ભક્તો માતા લક્ષ્મીની વિશેષ રંગોળી, વિશેષ લાઇટીંગ, મનમોહક શૃંગારના દર્શન કરી ધન્ય બન્યા ભારત દેશના વિવિધ પ્રાંતના ભક્તોએ ઘર બેઠા સોમનાથ મંદિર ખાતે જોડાઇ ઓનલાઇન લક્ષ્મી પૂજન કરેલુ હતું. અનેક ભક્તોએ ઓનલાઇન લક્ષ્મી પૂજનમા જોડાઈ ધન્યતા અનુભવી હતી.   શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ધનતેરસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગીર સોમનાથને ભેટ, સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગનું થયું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને કાયદા અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતીમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા માટે અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા માટે પૂર્ણ સુવિધાઓથી સજ્જ ૬ જિલ્લા કોર્ટસંકુલ, ૧૩ તાલુકા કોર્ટ અને ૮ ન્યાયાધીશ આવાસ અને વિવિધ સ્થળોએ કર્મચારી ક્વાર્ટર્સ એમ ૪૧ સ્થળોના ખાતમૂહુર્ત અને વર્ચ્યુઅલ શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગના ખાતમુહૂર્ત સમયે સ્થળ પરથી ઉપસ્થિત મુખ્ય…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય  ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાહેબના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાહેબના  જન્મદિવસ નિમીત્તે આજરોજ શ્રી સોમનાથ મંદિર ખાતે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજન કરવામાં આવેલ. મહાપૂજન તેમના પ્રતીનીધિ સ્વરૂપે ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજે સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારીઓ તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા‌. સોમનાથ મહાદેવ પાસે અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય ની…

Read More

શ્રેષ્ઠ કામગીરી માટે ગીર સોમનાથ જિલ્લાના ૩ દિવ્યાંગજનોને રાજય દિવ્યાંગ પારિતોષ એનાયત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રમ, કૌશલ્ય વિકાસ અને  રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં દિવ્યાંગજનો (દિવ્યાંગો માટે રોજગારી/સ્વરોજગારી માટે કામ કરતી સંસ્થા/એજન્સી, દિવ્યાંગ કર્મચારી સરકારી/ખાનગી, સ્વરોજગારી કરતાં દિવ્યાંગ) માટે દર વર્ષે પારિતોષ આપવામાં આવે છે. જે વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૧ દરમ્યાનના એવોર્ડ વિતરણ સ્વર્ણિમ સંકૂલ-૧, સચિવાલય ગાંધીનગર ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગીર સોમનાથ જિલ્લાના ૩ દિવ્યાંગજનોને પણ રાજ્ય દિવ્યાંગ પારિતોષ એનાયત કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથમાં વર્ષ ૨૦૧૯માં કર્મચારી તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી માટે વેરાવળના શ્રી મહેશચંદ્ર ભાણજીભાઈ જોષી તેમજ સ્વરોજગારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે સુત્રાપાડાના શ્રી જયેશ…

Read More

ગીર સોમનાથના યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ માટે નેશનલ યુથ એવોર્ડ અંતર્ગત અરજી કરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારનો પ્રચાર,  કલા અને સાહિત્ય,  પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે સિધ્ધી મેળવેલ હોય તેઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પુરૂ પાડવા વર્ષ ૨૦૨૦–૨૧ માટેના નેશનલ યુથ એવોર્ડ માટે તા.૦૬/૧૧/૨૦૨૨ સુધીમાં  https://awards.gov.in/ પોર્ટલ ઉપર નોમિનેશન મંગાવવામાં આવેલ છે. આ બાબતે અભુપૂર્વ યોગદાન આપેલ હોય તેવા ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓએ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે  https://awards.gov.in/ પોર્ટલ ઉપર અપલોડ  કરી તેની એક કોપી…

Read More

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ સુમરાસર જેટીગ મશીનનું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, ભુજ આજરોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે રૂદ્રાણી માતા જાગીર ખાતે રૂ.૨૯૫ લાખના વિકાસકામો તેમજ ઢોરી-સુમરાસર-કુનરીયાના જેટીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ લાખો રૂપિયાના વિકાસના કાર્યો માટે સરકારના આભાર સાથે પ્રજાજનો અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રૂદ્રાણી માતા જાગીર પવિત્ર ભૂમિ પર આ વિકાસકામોના ખાતમુહૂર્ત કરતા આનંદની લાગણી અનુભવું છું. અહીંના આજુબાજુના ગામો સુખી સંપન્ન થાય અને વિસ્તારનો વિકાસ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત મુજબના પ્રજાલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે. રજૂઆતો મુજબ તમામ રોડ રિસર્ફેસિગના કામો સરકારે…

Read More

રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયું

હિન્દ ન્યુઝ,ભુજ         વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત અમદાવાદ ખાતેથી રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કચ્છ જિલ્લાના રૂ.૧૩૩ કરોડથી વધારેના કુલ ૫ વિભાગના તથા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ભુજ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂ.૨૪ કરોડથી વધારેના અલગ અલગ ૯ વિભાગના કુલ ૪૯૭ વિકાસકામોનું ઇ- લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું હતું. આમ કચ્છના લોકોને આજરોજ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ.૧૫૮ કરોડના ૫૦૦થી વધુ વિકાસકાર્યોની ભેટ ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવી હતી.         આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, બે દાયકામાં કચ્છનો ચોતરફ વિકાસ થયો છે. પ્રધાનમંત્રીશ્રીએ કચ્છ પર વિશેષ નજર રાખીને જિલ્લાને સર્વક્ષેત્રમાં…

Read More

શ્રધ્ધાળુઓ ઘરેબેઠા યજ્ઞ કરી શકે તે માટેની લઘુ મહામૃત્યુંજય યજ્ઞ કીટ વિતરણનો આજરોજ શુભારભ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના મહામહિમ ગવર્નર તથા ગુજરાત રાજ્યના માનનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કિટોનું વિતરણ કરવામાં આવેલ. તા.21/10/2022-શુક્રવાર – આસો વદ અગીયારસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં નિઃશુલ્ક આરોગ્યલક્ષી ઉપચાર કેમ્પો, આરોગ્ય સેવા, સ્થાનીકોને રોજગાર માટે તાલિમ , આપત્તિના સમયે લોકોને આવાસ વ્યવસ્થા-ફુડ પેકેટ વિતરણ, લમ્પી વાયરસ સામે પશુ ચિકિત્સા માટેની વેક્સીન (રસી), દવાઓ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં સ્થાનીક ગ્રામીણ મહિલાઓને પગભર કરવા માટે લોકોમાં ગૌ-પાલન સંવર્ધન માટે જાગૃતિ લાવવા તેમજ ગૌપાલનથી આર્થીક ઉપાર્જન વધે તે…

Read More