હિન્દ ન્યુઝ, સુરત
તા.૨૬/૧૦/૨૦૨૨ ના ક.૧૭/૫૮ ના કોલના આધારે કોલર નામે જીજ્ઞેશભાઇ મો.નં.૬૩૫૭૪ ૨૩૧૧૭ નાઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ કે, “ ખ્વાજાદાના રોડ ઝિંગા સર્કલ પાસે એક અજાણ્યા પુરૂષની લાશ પડેલ છે.” જે કોલના આધારે અઠવા-PCR-૩૪ ના ઈન્ચાર્જ LR હિતેન્દ્રસિંહ વિનોદસિંહ બ.નં-૩૯૯૮ નાઓ માત્ર ૦૪ મીનીટ નાં સમયગાળામાં પહોચી જઈ સદર જગ્યાએ જઇ તપાસ કરતા એક અજાણ્યા પુરૂષની લાશ તથા એક નાની છોકરી નામે રાખીબેન ઉ.વ.આ. ૦૪ નાની મળી આવેલ જે છોકરીના વાલીવારસ ન મળી આવતા પો.સ્ટે ખાતે લઇ ગયેલ અને PSO ને સોપેલ.ત્યારબાદ છોકરીના પિતા નામે રણજીતકુમાર ઉમેશચંદ્ર સીંગ રહે.માં વીરેન્દ્ર સોસાયટી, પ્લોટનં.૬૨, સચીન સુરત નાઓ ને બાળકી નો કબ્જો ખરાઇ કરી સહીસલામત સોપેલ છે. આમ સદર કોલમાં અઠવા-PCR-૩૪ ના ઇન્ચાર્જ તથા કંટ્રોલરૂમ ના ૧૦૦ નંબર ઉપર ફરજ બજાવતા PC લક્ષ્મણભાઇ ભેરારામ બ.નં-૩૨૩૬ નાઓએ સદર કોલની ગંભીરતા લઈ તુરંત ગાડી રવાના કરેલ સારી કામગીરી કરેલ છે.