હિન્દ ન્યુઝ, સોમનાથ
ભક્તો માતા લક્ષ્મીની વિશેષ રંગોળી, વિશેષ લાઇટીંગ, મનમોહક શૃંગારના દર્શન કરી ધન્ય બન્યા
ભારત દેશના વિવિધ પ્રાંતના ભક્તોએ ઘર બેઠા સોમનાથ મંદિર ખાતે જોડાઇ ઓનલાઇન લક્ષ્મી પૂજન કરેલુ હતું. અનેક ભક્તોએ ઓનલાઇન લક્ષ્મી પૂજનમા જોડાઈ ધન્યતા અનુભવી હતી.

શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

