મતદારોને મતદાન જરૂર કરીશ, માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુ માં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરહાનિય પ્રયાસો થઈ રહ્યા છે.

મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં ૧૦૯-બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અમિત વી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, તાલુકા હેલ્થ કચેરી, આઈસીડીએસ ઘટક-૧/૨/૩ ના કમૅચારીઓ અને લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સન સીટી, બી.એલ.ઓ સુપરવાઇઝર, બીએલઓ, મધ્યાહન ભોજન સંચાલકો, સરસ્વતી શિશુકુંજ વિદ્યાવિહાર, નૂતન ગુજરાતી શાળા, જે. ડી. પટેલ હાઇસ્કુલના વિધાર્થીઓ જોડાયા હતા.

આ મતદાન જાગૃતિ રેલી બોરસદ નગરપાલિકા સરકારી બાગથી બસ સ્ટેન્ડ, ફુવારા ચોક, સરદાર ચોક, બળીયાદેવ મંદિર, અમદાવાદી દરવાજા, ગાંધીગંજ બોરસદથી પરત નગરપાલિકા, સરકારી બાગ સુધી યોજાઇ હતી અને દરેકને મતદાન અવશ્ય કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment