આણંદ સંસદીય મતવિસ્તારમાં મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, આણંદ

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનારી આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે જેમાં જિલ્લાની મહિલાઓ મહત્તમ મતદાન કરે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.

જિલ્લાની મહિલાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ઘરે-ઘરે જઈને મહિલાઓને સપરિવાર આમંત્રણ પત્રિકા પોહચાડવાનું સરહાનીય કાર્ય કરી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદના જિલ્લામાં જે તે મતવિસ્તારમાં વોટર ટર્ન આઉટ પ્લાન અનુસાર જિલ્લાના પુરૂષ-સ્ત્રી મતદારોમાં મતદાનના ૧૦ ટકા તફાવતને દૂર કરવા તથા જે મતદાન મથકોમાં ૫૦ ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકોમાં ઘરે ઘરે જઈને સપરિવાર મતદાન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.

જિલ્લાના અલગ અલગ મતવિસ્તારના ગામોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા,જેમાં ખાસ કરીને મહિલા મતદારોને જાગૃત કરવા માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આંકલાવ મતવિસ્તારના આંકલાવડી, ખંભાત મત વિસ્તારના કલમસર ગામ ખાતે તથા પેટલાદ મતવિસ્તારના મોરડ ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત મહેંદી હરીફાઈ , ’’હું અવશ્ય મતદાન કરીશ’’ શપથ કાર્યક્રમ તથા પોસ્ટર દ્વારા મતદાન મહિલાઓને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત મહિલા મતદાન જાગૃતિ માટે આમંત્રણ પત્રિકા અને સંકલ્પ પત્રોની વહેચણી પણ કરવામાં આવી હતી.

આમ, આણંદ જિલ્લામાં આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment