આણંદ લોકસભા ચૂંટણીમાં ૩૫૪૬ બોટલ અવિલોપ્ય શાહીનો વપરાશ થશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં મતદાન યોજાવાનું છે, આ માટે આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ મળી ૧૭૭૩ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

મતદાનના દિવસે પ્રત્યેક મતદાર મતદાન કરવા જાય છે, ત્યારે પોલિંગ ઓફિસર દ્વારા જમણા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી નિશાની કરવામાં આવે છે. જેના પરથી તે મતદારે મતદાન કર્યું છે તે જોઈ શકાય છે, અને આ શાહી ઘણા દિવસ સુધી મતદારની આંગળી ઉપર રહે છે, આમ જોઈએ તો આ અવિલોપ્ય શાહી લગાવવાથી મતદારે મતદાન કર્યું છે તે બાબતની ખરાઈ થાય છે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો, સમગ્ર આણંદ જિલ્લામાં કુલ ૧૭૭૩ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, પ્રત્યેક મતદાન મથક દીઠ ૦૨ (બે) અવિલોપ્ય શાહીની બોટલ આપવામાં આવશે. એક અવિલોપ્ય શાહીની બોટલમાંથી અંદાજે ૫૦૦ થી ૬૦૦ લોકોની આંગળીએ નિશાની કરી શકાય છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં આવેલ ૧૭૭૩ મતદાન મથકો માટે કુલ મળી ૩૫૪૬ અવિલોપ્ય શાહીની બોટલનો ઉપયોગ કરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment