ચૂંટણી પૂર્વે આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં આગામી તા. ૭ મી મે, મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર માટે સાત વિધાનસભા વિભાગોમાં મતદાન થનાર છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

        આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની સૂચના મુજબ મદદનીશ ચૂંટણી અધિકારી એસ.ડી.પટેલ દ્વારા આંકલાવ પીએસઆઈ એમ.એસ.અસારી સાથે આંકલાવ પોલીસના જવાનો અને બીએસએફની ટૂકડી સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.

         આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક યોજાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નિશ્ચિંત થઈને મતદાન મથક સુધી જઈને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા મતવિસ્તારમાં નિયમિત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment