ધનતેરસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગીર સોમનાથને ભેટ, સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગનું થયું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને કાયદા અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતીમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા માટે અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા માટે પૂર્ણ સુવિધાઓથી સજ્જ ૬ જિલ્લા કોર્ટસંકુલ, ૧૩ તાલુકા કોર્ટ અને ૮ ન્યાયાધીશ આવાસ અને વિવિધ સ્થળોએ કર્મચારી ક્વાર્ટર્સ એમ ૪૧ સ્થળોના ખાતમૂહુર્ત અને વર્ચ્યુઅલ શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગના ખાતમુહૂર્ત સમયે સ્થળ પરથી ઉપસ્થિત મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાલય જજ પી.જી.ગોકાણી સહિતના વકીલો ઉપરાંત કર્મચારીઓએ બિલ્ડિંગના વર્ચ્યુઅલ ખાતમૂહુર્તનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

ગીર સોમનાથના સુત્રાપાડામાં સિવિલ કોર્ટ ઉપરાંત જુનાગઢ, જામનગર, મોરબી, ખંભાળીયા, નર્મદામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, અમદાવાદ, હિંમતનગર, ગોધરા, રાજકોટમાં ફેમિલી કોર્ટ બિલ્ડિંગ, દેસર, હાલોલમાં તાલુકા કોર્ટ બિલ્ડિંગ અને ગાંધીધામમાં એડિશનલ કોર્ટ બિલ્ડિંગ સહિત ૪૧ વિવિધ સ્થળોના પણ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યા હતાં.

આ તકે ગુજરાત હાઈકોર્ટ ખાતે સુપ્રિમ કોર્ટ જજ જસ્ટીસ એમ.આર.શાહ, ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અરવિંદ કુમાર, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના તેમજ તાલુકા કોર્ટના કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment