બંગાળમાં ભાજપ ના કાર્યકરો ની હત્યાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા ભાજપના ધરણા

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા       બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ ફાટી નીકળેલી હિંસા મા ભાજપના કાર્યકરો ની હત્યા ને ભાજપના કાર્યાલયો મા તોડફોડ કરવામાં આવતા આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી ને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અને ખંભાળિયા શહેર અને તાલુકા ભાજપ દ્વારા એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધરણા યોજવામાં આવ્યા. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, જિલ્લા પંચાયત ના વી.ડી.મોરી પી.એસ જાડેજા, જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, યુવરાજસિંહ વાઢેર, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, ગોવિંદભાઇ કનારા, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, જીજ્ઞેશભાઈ…

Read More

ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

હિન્દ ન્યૂઝ, નડિયાદ     ખેડા જિલ્લામા કોરોના ફાટી નીકળ્યો છે ત્યારે સરકારીથી લઇને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે ત્યારે નડિયાદની ત્રણેય કોરોના સારવાર આપતી સંસ્થા એન.ડી.દેસાઇ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ નખાઇ રહ્યા છે. જે દર્દીઓ માટે જીવનદાન સમાન છે. ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આજે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે. નડીયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઇ છે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક વપરાશમાં લઇ શકાય તેવા ઓક્સિજન પ્લાન્ટનુ ઇસ્ટોલેશન પુરૂ પાડવામાં આવશે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલ ઘટને પુરી કરવા અમેરિકાથી આવેલ…

Read More

પથ વિજય ભગવાન ચેરીબલ ટ્રસ્ટ સુરત દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આર્યું વૈદિક ઉકળાનું અને દવાઓનું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર ખાતે જૈન સમાજ ની વાડી ખાતે પથ વિજય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત દ્વારા વજુ દાદા હસ્તે કોરોના ની મહા મારી વચ્ચે દર્દીઓ અને દિયોદર ના લોકોને આર્યું વૈદિક ઉકાળા નું સાથે આર્યું વૈદિક ટેબલેટ, પાવડર, ઇમ્યુનિટી વધારવા માટે ની ટેબલેટ દર્દીઓ અને લોકોને આપી હતી. આ પ્રસંગે દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અઅનિલ ભાઈ માળી, બીકે જોશી, જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન નરસિંહ ભાઈ દેસાઈ ને આર્યું વૈદિક ટેબલેટ, ઉકળા, દવાઓ આપી હતી. દિયોદર જૈન સમાજ અગ્રણીઓ સુરેશભાઈ શાહ, જેબી દોષી,…

Read More

દિયોદર તાલુકા ની દૂધ મંડળીઓ ને સાવચેતી ના ભાગરૂપે સેનેટાઇઝર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની બીજી લહેર ચાલુ છે જેમાં બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સાવચેતી ના ભાગરૂપે દરેક દૂધ મંડળી ઓ પર સેનેટાઇઝર કરવા સૂચના આપવામાં આવતા દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ ની સૂચના મુજબ ગોલવી, લુદરા નવાવાસ, (લુદ્રા) ધનકવાડા, ગાંગોલ, સરદારપુરા (જુના), નવા(દિ), રૈયા,વગેરે દૂધ મંડળી ઓ ને સેનેટાઇઝર કરવામાં આવી હતી જેમાં દૂધ ભરાવવા આવતા દૂધ ગ્રાહકો ને સોસીયલ ડિસ્ટન અને માસ્ક ફરજીયાત પહેરવા અનુરોધ કર્યો હતો એક બાજુ કોરોના વાઈરસ ની અસર વચ્ચે સાવચેતી…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકા ના ચાદરવા ગામે 24 ગાયોના મૃત્યુ

હિન્દ ન્યૂઝ, વાવ      વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી રામજીભાઈ રબારીની 24 ગાયોના અચાનક મૃત્યુ થતાં માલધારીના પરિવાર ઉપર આભ તુટી પડ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી સમાજ અને તમામ સમાજ(સમગ્ર ગ્રામજનો) સાથે હળીમળી ને રહેતા એવા રામજી ભાઈ રબારી પોતાની ગાયોનુ ધણ ચારાવવા ચાંદરવા ગામની સીમમાં ગયા હતા. 34 ગાયોને ખોરાકમાં ઝેરની અસર થઈ હતી અને આ કરુણ ઘટના બની હતી તેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ચાંદરવા ગ્રામ પંચાયત ના ડે. સરપંચ રામસેંગજી રાજપૂત અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાવથી વેટેરનરી…

Read More

બનાસકાંઠા કલેકટરે દિયોદર રેફરલ હોસ્પિટલને બીજી 108 ફાળવી ધારાસભ્ય ના હાથે રીબીન કાપી ને શુભ શરૂઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર     વિશ્વમાં કોરોનાની મહામારીએ માજા મૂકી છે ત્યારે સરકાર દ્વારા કોરોના મહામારીને પહોંચી વળવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગત દિવસે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં પાંચ 108ને મુખ્ય મથક પાલનપુર થી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે જેમાંની એક 108 એમ્બ્યુલન્સ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી હતી, ત્યારે ગત રોજ પ્રસ્થાન કરેલી એમ્બ્યુલન્સ નું આજે સવારે 11 વાગે દિયોદર મતવિસ્તારના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા ના હાથે રીબીન કાપી દિયોદર તાલુકાના લોકોની સેવા માટે મુકવામાં આવી હતી. જે પ્રસંગે દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી દિયોદર…

Read More

વિરમગામ શહેરમાં ડચકા ખાતી આરોગ્યની સેવા સુધારવા અને કાળમુખા કોરોનાથી લોકોની મહામૂલી જિંદગી બચાવવાં બાબતે મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી ને સંબોધીને નાયબ કલેકટરને આવેદન પત્ર

હિન્દ ન્યૂઝ, વિરમગામ      હાલમા વૈશ્વિક મહામારી કોવીડ-19(કોરોના વાયરસ) ની નાગચુડમા ગુજરાત, સહીત ભારત દેશ અને વિશ્વ આવી ગયેલ છે. દરરોજ દેશ સહીત વિશ્વમાં આ કોરોના વાયરસથી સંક્રમિત થવાંથી હજ્જારો જિંદગીઓ યોગ્ય સારવારના અભાવે અકાળે કાળના ખપ્પરમાં હોમાય છે. વૈશ્વિક મહામારી nકોવીડ-19 કોરોના વાયરસે જયારે ગુજરાત અને ભારતમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આ કોરોના વાયરસની મહામારીની ઝપટમા આવવામાં અમદાવાદ જિલ્લાનું વિરમગામ શહેર પણ બાકાત નથી. કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધતું જયારે અને બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે આવા કપરા સમયમાં વિરમગામ શહેરમાં આરોગ્યની અપૂરતી…

Read More

ચોટીલા ભાજપ દ્વારા ટી.એમ.સી.પક્ષ કાર્યકર્તાઓ દ્વારા હુમલા થઈ રહયા નો આક્ષેપ કરી રામચોક ખાતે ઘરણા કર્યા

હિન્દ ન્યૂઝ, ચોટીલા       ચોટીલા ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો કાર્યકરો દ્વારા હાલ માં પશ્ચિમ બંગાળ માં જે રીતે મમતા બેનરજી ના પક્ષ ના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ ના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપર હિંસક હુમલા કરી તેમને ઘાયલ કરવામાં આવી રહ્યા છે સાથે પશ્ચિમ બંગાળ માં ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયો માં તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે. તેના વિરોધમાં  ચોટીલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોટીલા રામચોક ખાતે મમતા બેનરજી અને તેના પક્ષ વિરોધી બેનરો લઈ જોરદાર સૂત્રો પોકારી ઘરણા નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં…

Read More

નેશનલ લોક અદાલત તા.૦૮-૦૫-૨૦૨૧ યોજવામાં આવનાર હતી જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ      નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્લા અદાલત નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૦૮-૦૫-૨૦૨૧ ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર હતી. જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી નેશનલ લોક અદાલત તા. ૧૨-૦૬-૨૦૨૧ ના રોજ યોજાનાર છે. નેશનલ લોક અદાલતમાં જે કોઇ પક્ષકારના-સંસ્થાઓના મોટર અકસ્માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન…

Read More

દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં છેલ્લા 15 દિવસ માં 107 દર્દી માંથી 59 દર્દીઓ સાજા થયા

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર માટે એક સારા સમાચાર છે. જેમાં કોરોના વાઈરસ ની ગંભીર પરિસ્થિતિ વચ્ચે દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર માં 107 દર્દીઓ માંથી 59 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેમાં હજુ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં રેફરેલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા અધિક્ષક બ્રિજેશ વ્યાસ,તેમજ ડોકટર પ્રતીકભાઈ રાઠોડ અને તમામ નર્સ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમને 24 કલાક દર્દીઓ વચ્ચે ખડેપગે રહી દર્દીઓ ની સારવાર કરી છે આ બાબતે બ્રિજેશ વ્યાસે જણાવેલ કે આવી પરિસ્થિતિ…

Read More