નેશનલ લોક અદાલત તા.૦૮-૦૫-૨૦૨૧ યોજવામાં આવનાર હતી જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ      નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્લા અદાલત નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૦૮-૦૫-૨૦૨૧ ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર હતી. જે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી નેશનલ લોક અદાલત તા. ૧૨-૦૬-૨૦૨૧ ના રોજ યોજાનાર છે. નેશનલ લોક અદાલતમાં જે કોઇ પક્ષકારના-સંસ્થાઓના મોટર અકસ્માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન…

Read More

દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં છેલ્લા 15 દિવસ માં 107 દર્દી માંથી 59 દર્દીઓ સાજા થયા

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર માટે એક સારા સમાચાર છે. જેમાં કોરોના વાઈરસ ની ગંભીર પરિસ્થિતિ વચ્ચે દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર માં 107 દર્દીઓ માંથી 59 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેમાં હજુ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં રેફરેલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા અધિક્ષક બ્રિજેશ વ્યાસ,તેમજ ડોકટર પ્રતીકભાઈ રાઠોડ અને તમામ નર્સ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમને 24 કલાક દર્દીઓ વચ્ચે ખડેપગે રહી દર્દીઓ ની સારવાર કરી છે આ બાબતે બ્રિજેશ વ્યાસે જણાવેલ કે આવી પરિસ્થિતિ…

Read More

દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવિડ કેર આઈસોલેશન સેન્ટર ખુલ્લું મુકાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજયમાં કોરોના કહેર યથાવત છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના ભયાવહતા થી હાહાકાર મચી ગયો છે ત્યારે દિયોદર મા કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે સેવા ભાવી સંસ્થાઓ સેવા કરવા આગળ આવી રહી છે ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. ત્યારે દિયોદર મા કોરોના કહેર થી ઑક્સિજન વગર તડપતા દર્દીઓ માટે આજે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દિયોદર ના ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, બીકે જોશી, ચિરાગભાઈ ત્રિવેદી સહિત કોંગ્રેસી કાર્યકરો…

Read More