મોરબી તાલુકાના જુના મકનસર ગામ નજીક પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના ચપલા સાથે એક શખ્સની અટકાયત

હિન્દ ન્યૂઝ, મોરબી     મોરબી તાલુકાના જુના મકનસર ગામ નજીક ગઈકાલે તા. 27ના રોજ જુના મકનસર જવાના રસ્તે સંજયભાઇ સાધાભાઇ સવસેટા (ઉ.વ. 23)ને આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ચપલા 5 નંગ (કિં.રૂ. 500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સંજયભાઇ પાસેથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.  બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ  પાંચીયા

Read More

કોરોનાવાયરસની મહામારીના કારણે ડભોઇ એસ.ટી ડેપોની આવકને મોટો ફટકો

હિન્દ ન્યૂઝ, ડભોઇ  છેલ્લા ધણા સમયથી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેમાં હાલમાં કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરની મોટી અસર ડભોઇ એસ.ટી ડેપોની આવક ઉપર પડેલ છે. ડભોઇ એસ.ટી.ડેપોમાં હાલમાં ફક્ત ૨૭ શિડ્યુલ ચલાવવામાં આવે છે આ પહેલા (૫૨) જેટલા શિડયુલ ચાલાવવામાં આવતાં હતા. કોરોનાવાયરસની મહામારીની આ બીજી લહેરના કારણે એસ.ટી બસો ખાલી જાય છે અને કેટલાક શિડયુઅલ બંધ પણ કરવામાં આવ્યા છે. જેના કારણે એસટીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલમાં એસટી ડેપોની દરરોજની આવક ફક્ત દોઢ લાખ રૂપિયાની આસપાસ થાય છે. જે અગાઉના સમય ગાળામાં પાંચ લાખ જેટલી…

Read More

ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ 

હિન્દ ન્યૂઝ, ડભોઇ હાલમાં જ્યારે ટૂંકા સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે અને હવામાન વિભાગ દ્વારા 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી કરવામાં આવી છે. તે બાબતને ધ્યાનમાં રાખી ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.     ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની સુચના અને માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓની ટીમ બનાવી ડભોઇ નગરના નીચાણવાળા વિસ્તારો તેમજ ડભોઇ નગરમાં આવેલ વરસાદી કાંસના વિસ્તારોમાં સાફ સફાઇ કરી પ્રિમોન્સુનની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવી છે .આ કામગીરી અંતર્ગત વરસાદી કાંસમાં રહેલા ઝાંડી ઝાખરા…

Read More

દિયોદર રેફરલ હોસ્પિટલ મા સતત ૨૭ દિવસથી સારવાર લઈ રહેલા છેલ્લા કોવીડ દર્દીની ઘર વાપસી

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના કાળમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સતત સારવાર લઈ રહેલા કોરોના દર્દીને દિયોદર રેફરલ હોસ્પિટલ ના ડૉકટર ટીમ અને આરોગ્ય કર્મીઓ દ્વારા સારવાર આપી દર્દીને સ્વસ્થ થતાં આજે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે થી ડૉક્ટરો ની ટીમે અને સેવા ભાવી સંસ્થાઓ અને લોકોએ દર્દીને ઘર વાપસી થતાં ફૂલોથી સ્વાગત કર્યું હતું.    દિયોદર ખાતે કોરોના ની બીજી લહેર વખતે કોવીડ દર્દીઓએ સારવાર લીધા બાદ ઘર વાપસી થયા હતા ત્યારે આજે છેલ્લા કોરોના દર્દીનું ૨૭ દિવસ બાદ લોબી સારવાર બાદ દર્દીનું સ્વાસ્થ્ય સારું બનતા રેફરલ હોસ્પિટલ ના…

Read More

વિરમગામની કુખ્યાત ફેકચર ગેંગના પાંચ સાગરીતોને ગુજસીટેક હેઠળ અટકાયત કરી દિન -૧૦ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ     જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઇ રહે અને લોકો નિર્ભય રીતે પોતાનું જીવન વ્યતીત કરે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓએ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ નાઓને આપેલ ખાસ સૂચના અન્વયે જીલ્લા પોલીસ વડાએ તાબાના અધિકારીઓને આપેલ સૂચનાના ભાગરૂપે ડો. લવીના સિંન્હા મદદનીશ પોલીસ અધિક્ષક વિરમગામ વિભાગ વિરમગામ નાના માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા અને ટીમે સંગઠિત ટોળકી બનાવી ગુન્હા આચરતા “ ફેક્ચર ગેંગ ” વિરૂધ્ધના ગુન્હાઓની માહિતી એકત્રીત કરી ગુન્હાઓની સ્ફટીની કરી જરૂરી દસ્તાવેજ એકત્રીત કરી “ ફેકચર…

Read More

અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

હિન્દ ન્યુઝ અંબાજી      સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે તા.૨૮ મે-૨૦૨૧ સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૨૭ મે-૨૦૨૧ હુકમ અન્વયે અંબાજી મંદિર તા. ૪/૬/૨૦૨૧ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.  …

Read More

ભાવનગર જિલ્લાના ઝરિયા ગામના નાગરિકો વાવાઝોડામાં અસરગ્રસ્ત લાઇટના થાંભલા રીપેર કરવાં વીજ કંપનીના કર્મચારીઓ સાથે ખભેખભો મીલાવી ગામની લાઇટ એક જ દિવસમાં રિસ્ટોર કરી

હિન્દ ન્યૂઝ, ભાવનગર      તાઉ-તે વાવાઝોડાને પગલે ભારે પવન અને ઝાડ પડી જવાને કારણે ભાવનગર શહેર સાથે જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર થઇ હતી. જિલ્લામાં આશરે ૧૦,૫૦૦ જેટલાં વીજળીના થાંભલાં સાથે ઘણાબધા ટ્રાન્સફોર્મર પણ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. જેના કારણે જિલ્લાના ગામોમાં ઝડપથી વીજ પુરવઠો સ્થાપિત કરવો વીજ વિભાગ માટે પણ મુશ્કેલ કાર્ય હતું. વીજ વિભાગના કર્મચારીઓ ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ પુરવઠો સ્થાપિત થાય તે માટે રાત- દિવસ મહેનત કરતાં હતાં. પરંતુ, આ મહાકાય ટાસ્ક હતું. જેને એક દિવસમાં પૂર્ણ કરવું બહું કપરું કામ હતું. જિલ્લામાં વીજ…

Read More

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની તેમજ ગૌભક્ત અને હનુમાનજી ઉપાસક એવા નરસી ભાઈ એચ દવેએ એમની માતા એ કોરોના રસી લીધી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા       થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની તેમજ ગૌભક્ત અને હનુમાનજી ઉપાસક એવા નરસી ભાઈ એચ દવે અને તેમના માતાશ્રી સવિતા બેન એચ લુવાણા( ક) PHC ખાતે આજે મા દિકરા એ કોવિડ વેક્સિન લિધી અને લુવાણા( ક) ગ્રામજનોને અપીલ કરી હતી. તમામ કોવિડ વેક્સિન લે અને કોરોના મહામારીમાં આખુ વિશ્વ સપડાયેલું છે ત્યારે આ મહામારીમાં થી બહાર નીકળવા એક સંજીવની સમાન રસી એટલે કે કોવીડ વેક્સિનની શોધ આપણા દેશના વૈજ્ઞાનિકોએ કરેલ છે. આપણા વૈજ્ઞાનિકોએ આત્મનિર્ભર ભારત શબ્દને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યો છે. બીજા…

Read More