થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની તેમજ ગૌભક્ત અને હનુમાનજી ઉપાસક એવા નરસી ભાઈ એચ દવેએ એમની માતા એ કોરોના રસી લીધી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

      થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની તેમજ ગૌભક્ત અને હનુમાનજી ઉપાસક એવા નરસી ભાઈ એચ દવે અને તેમના માતાશ્રી સવિતા બેન એચ લુવાણા( ક) PHC ખાતે આજે મા દિકરા એ કોવિડ વેક્સિન લિધી અને લુવાણા( ક) ગ્રામજનોને અપીલ કરી હતી. તમામ કોવિડ વેક્સિન લે અને કોરોના મહામારીમાં આખુ વિશ્વ સપડાયેલું છે ત્યારે આ મહામારીમાં થી બહાર નીકળવા એક સંજીવની સમાન રસી એટલે કે કોવીડ વેક્સિનની શોધ આપણા દેશના વૈજ્ઞાનિકોએ કરેલ છે. આપણા વૈજ્ઞાનિકોએ આત્મનિર્ભર ભારત શબ્દને સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યો છે. બીજા લોકોની વાતો સાંભળ્યા કરતા વિશ્વાસ રાખી આ સેવાના આ મહા મહાયજ્ઞમાં જોડાઈએ કોવિડ વેક્સિન અંતગર્ત પ્રથમ તબક્કાની રસી લીધી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment