હિન્દ ન્યુઝ, ભાવનગર
દર વર્ષે ૧લી ઓગસ્ટથી એક સપ્તાહ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)ની ઊજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શિશુઓનાં સ્વાથ્યમાં સુધારો લાવવા માટે અને સ્તનપાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૧ની થીમ છે ‘સ્તનપાનની સુરક્ષા: એક સહભાગિતા પૂર્ણ જવાબદારી’ ( Protect Breastfeeding: A Shared Responsibility). આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને સ્તનપાનના ફાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવે અને તેનું મહત્વ સમજાવવામાં આવે.
ચાલુ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને અમે તમામ નાગરિકો માટે સ્તનપાનના ફાયદા અંગે જાગૃતિ લાવવા માટે તા.૦૬-૦૮-૨૦૨૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે યુટ્યુબ લિંક: https://www.youtube.com/channel/UC3Rqrucv0yRKLmXHahDty7Q યુટ્યુબ લાઇવ સત્રનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદધાટન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, પ્રાસંગિક ઉદબોધન જીલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, સ્તનપાનનો લાભ અંગેની માહિતી HOD – બાળરોગ વિભાગ – સર ટી. હોસ્પિટલ ડો. મેહુલ ગોસાઈ અને સમાપન ટિપ્પણી વાઈસ પ્રેસિડેન્ટ, IMA GSB, HOD ફીઝીયોલોજી ડો.ચિન્મય શાહ દ્વારા કરવામાં આવશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી