રાજકોટ શહેર આજી G.I.D.C વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરાયો, ૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરાયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.

રાજકોટ,

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

અને ટેમ્પરેચર, S.P.O2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૪ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment