R.T.E હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ માટે કુલ.૨૪૩ અરજીઓ આવી, ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ. અન્ય અરજીઓ પ્રોસેસમાં.

રાજકોટ,

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા http://rte.orpgujarat.com/ વેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા અને એ અંગેનું સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓ દ્વારા તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં કુલ.૩૪૩ અરજીઓ રજુ કરવામાં આવી હતી. જેમાંથી ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. જયારે બાકીની અરજીઓની પ્રોસેસ આજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી આપવામાં આવશે. R.T.E હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મૂદતનો આજે તા.૨૯-૮-૨૦૨૦ના રોજ રાત્રે ૧૨.૦૦ વાગ્યે પુરી થઈ રહી છે. આ બાબત ધ્યાને લઇ મનપા દ્વારા બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અરજી સ્વીકારી સાંજ સુધીમાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરીને પ્રાધન્ય આપવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment