જસદણ શહેરમાં બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જસદણ

                       ગુજરાત રુલર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે બહેનો એ અગાઉ આ સંસ્થા દ્વારા તાલીમ લીધેલી હોય તેવા 22 બેનોને સિલાઈ મશીનની પુરી કીટ તેમજ ટેબલ્સ સહિત સિલાઈ મશીન આપવામાં આવેલ તેમજ 4500 રૂપિયા રોકડા બહેનો ના ખાતા માં જમા કરાવવામાં આવેલ. આ સંસ્થાની સાથે ચેન્નઈ ની સંસ્થા દ્વારા તમામ બહેનોને અનુભવના સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રીટાબેન ભુવા તેમજ આધ્યા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રુપારેલીયા હાજર રહેલ.

                         આ કાર્યક્રમના અધ્યક્ષ રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય પંકજભાઈ ચાંવ અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય અલ્પેશભાઈ રુપારેલીયા પણ હાજર રહેલ. ગાંધીનગરથી આવેલ અધિકારી ભાસ્કર સંસ્થા અને સિલાઈ મશીન બાબતે માહિતગાર કરેલ, સાથે સાથે પ્રાસંગિક પ્રવચન આપેલ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ પંકજભાઈ ચાવે પોતાના પ્રવચનમાં જણાવેલ કે ગુજરાત સરકારમાં વિજયભાઈ રૂપાણી ના મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષ પૂર્ણ થયા તેમજ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. નાનામાં નાના માણસને રોજી-રોટી કમાવવા માટેના સાધનો મળી રહે તેમજ બહેનોને પગભર થવા માટે ના અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અલગ-અલગ પ્રકારના સીવણ તેમજ અલગ-અલગ ટ્રેનિંગ આપી ને પગભર થવા માટે સરકારના પ્રયાસોના ભાગરૂપે સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને બહેનો ને વિનંતી છે કે સિલાઈ મશીન થકી આપ આપના પગ ભર થાવ અને બીજા બહેનોને પણ આવા લાભ મળે એવી માહિતી પહોંચાડો તેવી વિનંતી સાથે પોતાનું પ્રવચન પૂર્ણ કરેલ અને સ્થળ પરજ તમામ બહેનોને સિલાઈ મશીનની કીટ આપી દેવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment