કુદરતી આપત્તિના કારણે જાન માલને થયેલ નુકસાનની માહિતી તૈયાર કરવા નોડલ ઓફિસરોની નિમણૂંક કરાઈ

હિન્દ ન્યૂઝ, ભાવનગર      આ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાજ્ય સરકારની સ્થાયી સુચનાનુસાર સત્વરે સહાય ચૂકવી શકાય તે હેતુથી વાવાઝોડા તથા અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાન અંગેની માહિતી તૈયાર કરવા માટે અધિકા%

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યૂઝ, ભાવનગર     સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા…

Read More

શિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યૂઝ, શિહોર      ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૩૧/૦૫/૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી, કર્મચારીઓનું સને-૨૦૨૧નું અર્ધ વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ…

Read More

દિયોદર એસટી વિભાગ ના સંગઠન નો દ્વારા કોરોના માં મૃત્યુ પામેલ કર્મીઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

હિન્દ ન્યૂઝ, દિયોદર       કોરોનાની મહામારી મા અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે પાલનપુર એસટી ડેપોના ૧૫ જેટલા ડ્રાઈવર કંડકટર કર્મચારીઓએ કોરોનાની મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવતા પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજરોજ દિયોદર એસ.ટી.ડેપો દ્વારા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ આર્થિક સહાય નો લાભ તેમના પરિવારજનોને મળી રહે તે હેતુસર દિયોદર એસ.ટી ડેપો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ માં અશોકભાઈ પરમાર, કર્મચારી મંડળ, યુનિયન મંત્રી દિયોદર, એલ ડી વાઘેલા, મહેશકુમાર સોલંકી,…

Read More

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી DGVCL દ્રારા નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુધ્ધના ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન:પૂર્વવત્ કરાયો

હિન્દ ન્યૂઝ, રાજપીપળા       ગુજરાતના “તાઉ-તે” વાવાઝેાડાના પગલે અને તેની અસરના ભાગરૂપે રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ એવી કોઇ નોંધપાત્ર દુર્ઘટના સર્જાયેલ નથી કે કોઇ જાનહાની-પશુહાનિ નોંધાયેલ નથી. પરંતુ આ વાવાઝોડાના ભારે પવન અને વરસાદને લીધે નર્મદા જિલ્લામાં ભારે દબાણવાળા ૩૩ જેટલા ફીડર-વિજ લાઇનોને અસર થતાં, પાંચ ટ્રાન્સફોર્મર સ્ટ્રકચર તથા ૧૨૩ વિજ થાંભલા તુટી ગયેલ છે. DGVCL કંપની દ્રારા અસરગ્રસ્ત ગામોમાં વિજ પુરવઠો પુન:સ્થાપન કરવાની યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરીને લીધે ગઇકાલે તા. ૧૮ મી મે, ૨૦૨૧ ની સાંજ સુધીમાં જિલ્લાના ૨૧૦ ગામોમાં વિજ કંપની ની…

Read More

લુવાણા કળશ ગામે સતત એક મહિના સોટા રળાવુ ગાયોને લીલુ ઘાસચારો ગ્રામજનોના તરફથી નાખવામાં આવે છે

હિન્દ ન્યૂઝ, થરાદ     થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સતત એક મહિના સોટા રળાવુ ગાયોને લીલુ ઘાસચારો ગ્રામજનોના તરફથી નાખવામાં આવે છે અને જે પ્રકારે પાછલા કેટલા વર્ષોથી જે પ્રકારે લુવાણા કળશ ની સોટા ની રળાવુ ગાયોની જે પ્રકારે સેવા કરવામાં આવે છે, પાછલા કેટલા વર્ષોથી ગાયો માટે લુવાણા કળશ ગ્રામજનો પોતાનો અમૂલ્ય સમય નીકાળીને ગાયોની સેવા કરે છે અને આ ગામ ની સોટા ની રળાવુ ગાયો માટે જે પ્રકારે સેવા કરવામાં આવે છે. તે હાલ પ્રથમ નંબર ગામ આવેલ છે. જે ગ્રામ જનોને ગાયો પ્રત્યે લાગણી અને પ્રેમ…

Read More

જિલ્લા વહિવટી તંત્રની કડક કાર્યવાહી સિહોર તાલુકાનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત કરાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર     ખનીજ સંપત્તિનાં ગેરકાયદેસર કારોબાર સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં નેસડા ખાતે રોયલ્ટી વિનાનાં ચાર ડમ્પરને ભાવનગર કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવામાં આવ્યાં છે.    પ્રાંત અધિકારી સિહોર, મામલતદાર સિહોર અને ખાણ-ખનીજ વિભાગની બનેલી સ્થાનિક અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રેડ પાડી ૧૦૦ ટન રેતીનો ૪૦ લાખનો મુદ્દામાલ ‘રાધે રોલીંગ મીલ’ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લામાં ખનીજ માફીયા દ્વારા બંધ પડેલી આ મીલમાં ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવાં પર પ્રતિબંઘ ફરમાવતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યૂઝ, ભાવનગર  મે-૨૦૨૧ અને જૂન-૨૦૨૧ના માસ દરમિયાન તા. ૨૦/૦૫/૨૦૨૧ના રોજ દુર્ગાષ્ટમી, તા.૨૭/૦૫/૨૦૨૧ના રોજ નહેરૂ પુર્ણતિથિ, તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ સંકષ્ટ ચતુર્થી, તા.૦૨/૦૬/૨૦૨૧ના રોજ કાલ ભૈરવાષ્ટમી, તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ અપરા એકાદશી, તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ શ્રી શનિશ્વર જ્યંતિ તથા તા.૧૩/૦૬/૨૦૨૧ના રોજ મહારાણા પ્રતાપ જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને…

Read More

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લાની વાવાઝોડા બાદની સર્વગ્રાહી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યૂઝ, ભાવનગર      શિક્ષણ મંત્રી અને ભાવનગર જિ્લ્લાના પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લાની આજે સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા ટકરાયાં બાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવે તેમજ જિલ્લાના વરિષ્ડ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથેની સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં વાવાઝોડાની ઝડપ ઓછી રહેતી હતી અને મોટું નુકશાન થતું હતું. તેની સરખામણીમાં આ વખતે વાવાઝોડાની ઝડપ ખૂબ હતી. છતાં, રાજ્ય સરકારની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે તાઉ’તે વાવાઝોડાથી રાજ્યમાં ઓછામાં ઓછું નુકશાન થયું છે.     ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ રાજ્ય પર…

Read More