તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લાની વાવાઝોડા બાદની સર્વગ્રાહી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યૂઝ, ભાવનગર

     શિક્ષણ મંત્રી અને ભાવનગર જિ્લ્લાના પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર જિલ્લાની આજે સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં તાઉ’તે વાવાઝોડા ટકરાયાં બાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવે તેમજ જિલ્લાના વરિષ્ડ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથેની સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં વાવાઝોડાની ઝડપ ઓછી રહેતી હતી અને મોટું નુકશાન થતું હતું. તેની સરખામણીમાં આ વખતે વાવાઝોડાની ઝડપ ખૂબ હતી. છતાં, રાજ્ય સરકારની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે તાઉ’તે વાવાઝોડાથી રાજ્યમાં ઓછામાં ઓછું નુકશાન થયું છે.
    ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ રાજ્ય પર આવી પડેલી આ આફતના સમયે રાજ્ય સાથે છે. તેથી જ તેમણે તુરંત જ ભાવનગર જિલ્લાની સૌ પ્રથમ મુલાકાત લઇને અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લા સહિતનો એરિયલ સર્વે કર્યો હતો. મુખ્યમંત્રી પણ ત્રણ દિવસમાં બીજી વાર ભાવનગર જિલ્લાની મુલાકાત લઇ ચૂક્યાં છે.
     રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા પહેલાં જે ઝડપથી કાર્ય કરવામાં આવ્યું છે, તે રીતે વાવાઝોડા બાદ પણ ઝડપથી નુકશાનીનો સર્વે કરીને ઝડપથી રાહત- સહાય તથા કેશડોલ્સ સહિતની સહાય કરવામાં આવશે અને તે દ્વારા ફરીથી જનજીવન ફરીથી ધબકતું થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતાથી કાર્ય કરવામાં આવી રહ્યું છે તેની વિગતો તેમણે આપી હતી.
ભૂતકાળ ન આવ્યું હોય તેવા આ વાવાઝોડાથી જે જગ્યાઓએ વધુ નુકશાન થયું છે ત્યાં સ્થિતિ પૂર્વવત થાય તે માટે વધુ ટીમ ગોઠવીને પણ ઝડપથી કામગીરી કરવામાં આવશે.
    પ્રભારી મંત્રીએ કહ્યું કે, ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકનું મોટાપાયા પર વાવેતર કરવામાં આવે છે. વાવાઝોડાને પરિણામે જિલ્લામાં ડુંગળી, જમાદારી કેરી, નારિયેળ, લીંબુ સહિતના કૃષિ પાકોને પણ વ્યાપક નુકશાન થયું છે ત્યારે જગતના તાતની પડખે રહીને કૃષિ પાકોના નુકશાનનો ઝડપથી સર્વે કરી આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઉભી રહેશે. આ ઉપરાંત જિલ્લાના કાચા મકાનોની નુકશાનીની પણ વિગતો ઝડપથી મેળવીને અદના નાગરિકોને પણ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
     રાજ્યના દરેક જિલ્લાઓમાં મંત્રીઓ જઇને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે તેમ જણાવીને તેમણે કહ્યું કે, આ વખતે કોરોના સામે લડવાં સામે વાવાઝોડા સામે લડવાનું હતું. તેથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી. છતાં, આપણે તેમાંથી બચી ગયાં છીએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
    મંત્રીએ કહ્યું કે, વાવાઝોડા વખતે રાજ્યમાં ઓક્સિજનનો પુરવઠો જળવાઇ રહે, વીજળી સતત ચાલું રહે, પીવાનાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે આગોતરું આયોજન કરીને સંવેદનશીલતાથી કાર્ય કર્યું છે, તેથી નુકશાનીની માત્રા મોટા પાયા પર ઘટાડી શકાઇ છે.
      આ બેઠકમાં ધારાસભ્ય સર્વ જીતુભાઇ વાઘાણી, કેશુભાઈ નાકરાણી, આર.સી.મકવાણા, ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ભાવનગર મ્યુ. કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર તથા સંગઠનના સ્થાનિક પદાધિકારીઓ-આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment