રાજ્ય વ્યાપી અનાજ કૌભાંડ માં બનાસકાંઠા જિલ્લામાં 20 દુકાનદાર ના લાયસન્સ રદ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      બનાસકાંઠા જિલ્લાના માં પંડિત દીનદયાળ ની દુકાન દારો ને અનાજ ને સગે વગે કરવું પડ્યું ભારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લા માં તપાસ કરતા બનાસકાંઠા ના દાંતા અને પાલનપુર મળી કુલ સાત સક્સો જડપી લીધા જેમાં 20 દુકાન દારો ના લાયસન્સ 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા જેથી પાલનપુર જિલ્લા અધિકારી એ જિલ્લા માં દશ ટીમો બનાવી આવા દુકાન દારો જડપી લેવાનું કામ હાથ ધરાયું. આ અનાજ કોભાંડ માં આવા મિલી ભગત દુકાન દારો અનાજ સગે વગે કરતા જડપી લેતા જિલ્લા ના દુકાન દારો માં ફફડાટ…

Read More

“ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ

હિન્દ ન્યુઝ, વેરાવળ       આજ રોજ “ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ, વૃક્ષ વિતરણ નું કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ચેરમેનએ વેરાવળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 5000 + વ્રુક્ષો વાવવાના કરેલ નિર્ધારને પરિપૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં આજે શાળામાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. સ્થાનિક આગેવાનો અને અન્ય અધિકારીઓની હાજરીમાં બહુ જ સરસ માહોલમાં કાર્યક્ર્મ કરવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સાથે કોરોના મહામારીમા અવસાન પામેલા વ્યક્તિઓ માટે બે મિનિટ મૌન પાળી તેમાંના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ.…

Read More

૩ જુલાઈએ યોજાનારી ડભોઇ સૂચિત વેરા વધારાની દરખાસ્તથી નગરજનોમાં રોષ 

હિન્દ ન્યુઝ, ડભોઈ      કાળઝાળ મોંઘવારી અને હાલમાં ચાલતી કોરાનાની મહામારીને કારણે ધંધા રોજગારમાં આવેલી ઓટ અને બજારોમાં પ્રવર્તતી ભયંકર મંદીમાં સપડાયેલા અને આર્થિક હાડમારી ભોગવી રહેલા ડભોઇના નગરજનોના માથે વેરો વધારો ઝીંકવાની ડભોઇ નગરપાલિકા દ્વારા થનાર કાર્યવાહી સામે વિરોધનું વાવાઝોડું જન્મ લઈ રહયાનો અણસાર જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભાનો એજન્ડા સોશિયલ મીડિયામાં ફરતો થતાં જ સામાન્ય સભામાં ડભોઇ નગરપાલિકાના વિસ્તારમાં રહેતા નગરજનોના માથે વારિગૃહ અને ભૂગર્ભ ગટર યોજનાને સ્વનિર્ભર બનાવવાના બહાના હેઠળ સદર સામાન્ય સભામાં વિષયનં ૫૮ હેઠળ પાણીવેરો અને ગટર વેરામાં…

Read More

દિયોદર તાલુકાના સરદારપુરા(ર) ગામના યુવાને અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જમ્પલાવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર      દિયોદર તાલુકાના સરદાપુરા (ર) ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કેનાલ પાસે પોતાનું એકટીવા g.j.08 B. L. 2966 મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા જ્યાં પરિવાર ને જાણ થતાં કોકરેંજ ના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા જ્યાં મોબાઇલ બંધ આવતા પરિવાર દ્વારા યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું તર્ક વિતર્કો સર્જાયા છે.તો ઘટના સ્થળે થરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.     મહત્વનું છે કે દિયોદર ના સરદારપુરા( ર) ના…

Read More

આંગણવાડિ કેન્‍દ્રોના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, નડિયાદ     સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડીએસ) દ્વારા પુરક પોષણ, રસીકરણ સંદર્ભ, સેવા આરોગ્‍ય તપાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્‍ય શિક્ષણ જેવી મહત્‍વની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આંગણવાડિના માધ્યમથી સ્‍કીમ ફોર અડોલેશન ગર્લ્‍સ(એસએજી), પૂર્ણા યોજના વિગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે. ખેડા જિલ્‍લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડિએસ)માં કુલ ૧૫ ઘટકમાં કુલ ૭૯ સેજા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ સેજાઓમાં કુલ-૧૯૭૯ આંગણવાડિ કેન્‍દ્રો હાલમાં કાર્યરત છે. મુખ્‍યમંત્રીના…

Read More

ખેડા જિલ્‍લામાં ડેન્‍ગયુ વિરોધી માસ જુલાઇ-૨૦૨૧ની ઉજવણીનુ આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ      ડેન્‍ગયુ વાયરસથી થતો એડીસ ઇજિપ્‍તાઇ મચ્છરના કરડવાથી થતો રોગ છે. ડેન્‍ગયુનો મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ડેન્‍ગયુના ચેપી દર્દીને કરડી પોતે ચેપી બને છે. આ ચેપી મચ્છર ભુખ્‍યો થતાં માણસને કરડી ડેન્‍ગયુનો ચેપ માણસને આપે છે. આ રીતે ડેન્‍ગયુનો ફેલાવો થતો હોય છે. આ મચ્છરો ઘરની અંદર ચોખ્ખા, બંધીયાર પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. પાણીના સંગ્રહ સ્‍થાનો જેવા કે ટાંકી, કોડી, ઘડી, પીપ, હોજ તેમજ નકામો ભંગાર ગાયર, ડબ્બા, પક્ષી કુંજ, ડીસ્‍પોઝેબલ કપ, ફ્રીજની પાછળની ટ્રે, કુલર, ફુલદાની,પશુને પાણી પીવાની કુંડી વિગેરેમાં પાણી ભરાઇ રહેતાં…

Read More

માંગરોળ પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત અપૂરતા વરસાદ ને કારણે ખેડૂતો ના જીવ ચોટયા તાળવે

હિન્દ ન્યુઝ, માંગરોળ  માંગરોળ ગ્રામ્ય વિસ્તારોમાં ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા….    માંગરોળ પંથકમાં વાવાઝોડા સાથે આવેલાં વરસાદ અને સમયસર વરસાદ પડવાના એંધાણનાં આશરે ખેડૂતો એ ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કરી દિધું છે ત્યારે ભીમ અગિયારસ આસપાસ સમગ્ર વિસ્તારમાં વરસાદ થયો પરંતુ માંગરોળ આસપાસના વિસ્તારોમાં મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતિતછે ત્યારે વહેલાસર મેઘસવારી આવી પહોંચે એની રાહ જોઇ રહ્યા છે માંગરોળ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની કોઈ યોજના ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો…

Read More

ભાવનગર ખાતે ૧૧ હજારથી પણ વધુ આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર       શહેરનાં અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.    જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.     આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષરૂપે ઉપસ્થિતિ રહ્યાં હતાં અને મુખ્યમંત્રી પાસેથી મહિલા અને બાળ વિકાસ વિભાગને મળેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રમાણપત્રનો સ્વીકાર્યો હતો.    આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ…

Read More

ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં 

હિન્દ ન્યુઝ, સુઈગામ     ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં  જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના છેવાડાના મેઘપુરા ગામે રોડને અડીને વિજપોલ છે. આ વીજ પોલ થી તાર વડે લાઈટની લાઈનો વીજ પ્રવાહ પસાર થાય છે. આ તાર BSF કેમ્પમાં, પ્રજાપતિ વાસ અને ગામમાં 3 જગ્યાએ વીજ તાર પસાર થાય છે. વીજ પોલની સામે પ્રાથમિક શાળા, પ્રજાપતિઓનાં ઘર અને બાજુમાં તળાવ આવેલ છે. આ વીજ પોલ ની પાછળ ના ભાગે તળાવનો નીચાણ વાળો ભાગ હોવાથી માટીનુ ધોવાણ થયુ હોવાના કારણે પ્રાથમિક શાળાની સામે ઘણા…

Read More

ડાકોર – કપડવંજ રોડનો વાહન વ્‍યવહાર મરામતના કારણે બંધ કરાયો

  હિન્દ ન્યુઝ, નડિયાદ નડિયાદ-ડાકોર-પાલી તથા ડાકોર-કપડવંજ રોડ ઉપર ડાકોર ગામના જંકશન ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી કરવાની છે. જેમાં હાલ ડાકોર-કપડવંજ રસ્‍તા ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી ચાલુ કરવાની હોય, સદર રસ્‍તા ઉપર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ ઉપર બંને તરફ વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાનિ અને ટ્રાફિક જામ થવાના પ્રશ્ર્નો ઉપસ્‍થિત થવાની શકયતા રહેલી છે. જેથી વાહન વ્‍યવહારનું ટ્રાફીક નિયમન જળવાઇ રહે, જાન-હાનીના બનાવો બને નહી તે માટે ફલાય ઓવર બ્રીજનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી સદર રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવા…

Read More