ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર     ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે. આ માટે વેબસાઇટઃ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. OTP સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇ.ડી. માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ,…

Read More

વડતાલ મંદિરમાં વયનિવૃત્ત થતા કલેક્ટર આઈ.કે.પટેલ નું બહુમાન

હિન્દ ન્યૂઝ, વડતાલ ખેડા જીલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ ની વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, આ અવસરે વડતાલ મંદિરના મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ આઈ.કે.પટેલ ની કોરોના અન્વયેની કામગિરિ બિરદાવીને સાફો પહેરાવીને – શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ,…

Read More

મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદે વેલજીભાઇ (બોસ) ઉધરેજાની વરણી

હિન્દ ન્યૂઝ, મોરબી મોરબી ખાતે વર્ષોથી શિક્ષણ છેત્રે કાર્યરત શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે. આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સ્વ.ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપતા હતા જે સેવાને ભુલી શકાય તેમ નથી, પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓનું અવસાન થયું છે, ત્યાર બાદ આ સંસ્થાને ચલાવવા માટે એવા જ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હતી ત્યારે સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા (બોસ) ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.      વેલજીભાઈ મોરબી સિરામીક ઉધોગ…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, ભાવનગર      મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર એનાયત કરાયાં હતાં. દરેક જિલ્લામાંથી પ્રતિનિધિરૂપે ઉપસ્થિત રહેલાં શિક્ષક ભાઇ-બહેનોને નિમણૂંક આપવાના કાર્યક્રમમાં ૯૪ શિક્ષકોની ભાવનગર જિલ્લામાં પસંદગી કરી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલે છે. તેનાથી પ્રત્યક્ષ શિક્ષણની જે ખોટ પડી…

Read More

ખેડા જિલ્‍લાની માધ્યમિક શાળાઓમાં ૯૯ નવનિયુકત શિક્ષકોને નિમણુંક પત્રો અનાયત કરાયા

હિન્દ ન્યૂઝ, નડિયાદ ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાના શિક્ષકોની પારદર્શક પ્રક્રિયાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ભરતીની જાહેરાત બાદ ૨૩,૫૨૨ અરજીઓ આવી હતી. જેમાંથી ૨૯૩૮ શિક્ષકોને આજે અલગ-અલગ જિલ્લાઓમાં નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ૯૯ શિક્ષકોની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી. આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઇન રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ સિલેક્ટેડ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોના પરિવારજનોએ ઘરે બેસીને સી.એમના ફેસબુક પેજમાં ઓનલાઇન જોડાયા હતા. મુખ્‍યમંત્રી તેમજ શિક્ષણમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે પાંચ શિક્ષકોને…

Read More

તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિડીયો કોન્ફરન્સ

હિન્દ ન્યૂઝ, નડિયાદ     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેકટરો પાસેથી મેળવી હતી. આ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને ૪,૮ર,૧૯ર લોકોને સમગ્રતયા રૂ. રપ.૬૧ કરોડની કેશડોલ્સ ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની…

Read More